એક વળગણ જોઈએ – ઊર્મિ

25706_428448634941_4320931_n
(અઢળક ઈચ્છા…           Picture by Urmi, April 2010)

*

જીવનકાવ્યે
મિત્રતાનું ગાલગા
પણ જોઈએ.

*

માન્યતાને એક સરહદ જોઈએ,
રૂઢતાને પણ નિયંત્રણ જોઈએ.

શક્ય ક્યાં છે અહીં પરિત્યાગી થવું !
ત્યાગનું પણ એક વળગણ જોઈએ.

પ્રેમ, સમજણ કે પછી હો જીન્દગી…
સાવ નટખટ એક બચપણ જોઈએ.

હા, યુવાની થોડી ઉન્મદ જોઈએ…
પણ હો માનદ, એવું ઘડપણ જોઈએ.

જોઈએ, ઈચ્છા યે અઢળક જોઈએ,
પણ કદી અનહદની પણ હદ જોઈએ !

એક સરખી હોય ના ભરતી, સખા !
‘ઊર્મિ’ની પણ ક્યાંક વધઘટ જોઈએ…

-’ઊર્મિ’ (૨૬ મે, ૨૦૦૯)

16 replies on “એક વળગણ જોઈએ – ઊર્મિ”

  1. આ બધું તો છે જ , જીવનના એક અમિટ…અફર ભાગ તરીકે…
    ” ચેન્જ ઇસ પરમેંનંટ ” { પરિવર્તન કાયમી છે }
    -લા કાન્ત / ૧૫-૬-૧૩
    પી.એસ.ઃ — “પણ કદી અનહદની પણ હદ જોઈએ ! ” આ તો શક્ય નથી જ .
    હા, એક વખત એવો આવી શકે કે, તમે અન હદને ઓળંગવા સક્ષમ બની શકો !

  2. ત્યાગનું પણ એક વળગણ જોઈએ!

    ઊર્મિબેન, શું ખયાલ છે…કે પછી અનુભવ… ગમે તે હો, ઇર્શાદ.

  3. અનહદ ને હદ જોઈએ -તેમ હદ ને પણ એક હદ જોઈએ.
    ખુબ સુંદર કમ્પોઝીશન….અભિનંદન

  4. સુપેરે જિંદગીના વહન માટે “હદ”ની લાલબત્તી જરુરી છે.
    નાજુકતાથી એ નિરુપી છે.
    સુંદર અતિસુંદર.
    હાર્દિક અભિનંદન.

  5. એક વળગણ સાથે એની હદ પણ હોવી જોઈએ એની સ્વિકૃતી જ કેટલી મોટી વાત છે, સરસ અભિવ્યક્તિ………

  6. બચપણ,યુવાની અને ઘડપણમા જિન્દગી કેવી હોવી જોઇએ તે સમજાવતુ સરસ મઝાનુ કાવ્ય.

  7. very fine loving poem. I like to read ,frequently this poem made me to think how i am passing my life
    this poem will help me in my life.
    congratulation to poem writer. also it can be sing.

  8. વાહ શું સરસ વાત થોડા શબ્દો માં સરસ રીતે કહી છે. અભિનંદન

  9. Excellent composition balancing the craze ,desires,and expectations.Congratulations for incorporating this in the e-mail.

Leave a Reply to ઊર્મિ Cancel reply

Your email address will not be published. Required fields are marked *