એક વળગણ જોઈએ – ઊર્મિ

25706_428448634941_4320931_n
(અઢળક ઈચ્છા…           Picture by Urmi, April 2010)

*

જીવનકાવ્યે
મિત્રતાનું ગાલગા
પણ જોઈએ.

*

માન્યતાને એક સરહદ જોઈએ,
રૂઢતાને પણ નિયંત્રણ જોઈએ.

શક્ય ક્યાં છે અહીં પરિત્યાગી થવું !
ત્યાગનું પણ એક વળગણ જોઈએ.

પ્રેમ, સમજણ કે પછી હો જીન્દગી…
સાવ નટખટ એક બચપણ જોઈએ.

હા, યુવાની થોડી ઉન્મદ જોઈએ…
પણ હો માનદ, એવું ઘડપણ જોઈએ.

જોઈએ, ઈચ્છા યે અઢળક જોઈએ,
પણ કદી અનહદની પણ હદ જોઈએ !

એક સરખી હોય ના ભરતી, સખા !
‘ઊર્મિ’ની પણ ક્યાંક વધઘટ જોઈએ…

-’ઊર્મિ’ (૨૬ મે, ૨૦૦૯)

16 replies on “એક વળગણ જોઈએ – ઊર્મિ”

 1. chhaya says:

  મને ઇન્તેર્નેત પર તહુકો જોઇએ , વલગન થૈ ગયુ ચ્હે .
  આભાર

 2. Shah Madhusudan Chandulal says:

  સુન્દર —-અનહદને હદ જોઇએ…..

 3. Jashvant Desai says:

  મને ઉર્મિના કાવ્યો ખુબ ગમે .

 4. A P PATEL says:

  Excellent composition balancing the craze ,desires,and expectations.Congratulations for incorporating this in the e-mail.

 5. સુંદર ગઝલ… મજા આવી ગઈ… વળગણ, હદ અને વધઘટમાં આનંદ થયો…

 6. Atul Shastri says:

  વાહ શું સરસ વાત થોડા શબ્દો માં સરસ રીતે કહી છે. અભિનંદન

 7. mahendra pandya says:

  very fine loving poem. I like to read ,frequently this poem made me to think how i am passing my life
  this poem will help me in my life.
  congratulation to poem writer. also it can be sing.

 8. Ravindra Sankalia. says:

  બચપણ,યુવાની અને ઘડપણમા જિન્દગી કેવી હોવી જોઇએ તે સમજાવતુ સરસ મઝાનુ કાવ્ય.

 9. Maheshchandra Naik says:

  એક વળગણ સાથે એની હદ પણ હોવી જોઈએ એની સ્વિકૃતી જ કેટલી મોટી વાત છે, સરસ અભિવ્યક્તિ………

 10. અભિનન્દન. હવે આશા છે કે તમને “વળગણ “મળી ગયુઁ હશે.

 11. sudhir patel says:

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 12. Pravin V. Patel says:

  સુપેરે જિંદગીના વહન માટે “હદ”ની લાલબત્તી જરુરી છે.
  નાજુકતાથી એ નિરુપી છે.
  સુંદર અતિસુંદર.
  હાર્દિક અભિનંદન.

 13. અનહદ ને હદ જોઈએ -તેમ હદ ને પણ એક હદ જોઈએ.
  ખુબ સુંદર કમ્પોઝીશન….અભિનંદન

 14. સૌ મિત્રોનાં વળગણ અને પ્રોત્સાહન માટે અંત:કરણથી આભાર…

 15. Prashant says:

  ત્યાગનું પણ એક વળગણ જોઈએ!

  ઊર્મિબેન, શું ખયાલ છે…કે પછી અનુભવ… ગમે તે હો, ઇર્શાદ.

 16. આ બધું તો છે જ , જીવનના એક અમિટ…અફર ભાગ તરીકે…
  ” ચેન્જ ઇસ પરમેંનંટ ” { પરિવર્તન કાયમી છે }
  -લા કાન્ત / ૧૫-૬-૧૩
  પી.એસ.ઃ — “પણ કદી અનહદની પણ હદ જોઈએ ! ” આ તો શક્ય નથી જ .
  હા, એક વખત એવો આવી શકે કે, તમે અન હદને ઓળંગવા સક્ષમ બની શકો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *