Still I Rise – Maya Angelou (અનુ. પન્ના નાયક)

Click here – to know more about the poet Maya Angelou.

 

Maya Angelou
Maya Angelou

તમારાં કડવાં અને હડહડતાં અસત્યોથી
તમે મને ઇતિહાસમાં કોતરશો
કે
તમારા પગ નીચેના કચરામાં કચડશો
તો ય
રજકણની જેમ હું તો ઊભી થઇશ.

તમને મારું છેલબટાઉપણું અકળાવે છે ને?
તમે કેમ વિષાદથી ઘેરાયેલા છો?
મારા દીવાનખાનામાં જ
જાણે તેલના કૂવાઓના પંપ હોય એમ
વર્તું છું એટલે?

સૂર્યની જેમ, ચંદ્રની જેમ,
ભરતીની નિશ્ચિતતાથી,
આકાશે અડતી આશાઓની જેમ
હું ય ઊંચે જઇશ.

હું ભાંગી પડું એ જ તમારે જોવું હતું?
નતમસ્તક, નીચી આંખો?
હ્રદયફાટ રૂદનથી નબળા પડેલા
ખરતાં આંસુ જેવા ખભા?

મારો ફાટેલો મિજાજ તમને અપમાને છે ને?
મારા ઘર પાછળના વાડામાં જ
સોનાની ખાણ ખોદાતી હોય એમ
હું હસું છું
એ તમારાથી સહન નથી થતું ને?

તમે તમારા શબ્દોથી મારા પર ગોળી ચલાવી શકો છો
તમે તમારી આંખોથી મને આરપાર વીંધી શકો છો
તમે તમારા ધિક્કારથી મારી હત્યા કરી શકો છો
અને છતાંય
અવકાશની જેમ
હું સઘળે પ્રસરીશ.

મારી જાતીયતા તમને વિહ્વળ કરે છે ને?
મારી જાંઘોના મિલન પર હીરા ટાંગ્યા હોય એમ
હું નાચું છું
એનું તમને આશ્ચર્ય છે ને?

ઇતિહાસની લજ્જાની ઝૂપડપટ્ટીમાંથી
હું ઊગું છું.
હું ઊગું છું.

એવા ભૂતકાળમાંથી જેના મૂળ
રોપાયાં હતાં નર્યા દુઃખમાં.
હું ફાળ ભરતો, પહોળો, કાળો દરિયો છું.

ત્રાસ અને ભયની સીમા ઓળંગી
હું પ્રવેશું છું
અદ્ભૂત સ્વચ્છ પરોઢમાં
હું લાવું છું
મારા પૂર્વજોએ આપેલી બક્ષિસ.
હું છું ગુલામોનું સ્વપ્ન, ગુલામોની આશા.
હું ઊગું છુ.
હું ઊડું છુ.
હું પ્રસરું છું.

– માયા એન્જલુ (અનુ. પન્ના નાયક)

*********

You may write me down in history
With your bitter, twisted lies,
You may trod me in the very dirt
But still, like dust, I’ll rise.

Does my sassiness upset you?
Why are you beset with gloom?
‘Cause I walk like I’ve got oil wells
Pumping in my living room.

Just like moons and like suns,
With the certainty of tides,
Just like hopes springing high,
Still I’ll rise.

Did you want to see me broken?
Bowed head and lowered eyes?
Shoulders falling down like teardrops,
Weakened by my soulful cries?

Does my haughtiness offend you?
Don’t you take it awful hard
‘Cause I laugh like I’ve got gold mines
Diggin’ in my own backyard.

You may shoot me with your words,
You may cut me with your eyes,
You may kill me with your hatefulness,
But still, like air, I’ll rise.

Does my sexiness upset you?
Does it come as a surprise
That I dance like I’ve got diamonds
At the meeting of my thighs?

Out of the huts of history’s shame
I rise
Up from a past that’s rooted in pain
I rise
I’m a black ocean, leaping and wide,
Welling and swelling I bear in the tide.

Leaving behind nights of terror and fear
I rise
Into a daybreak that’s wondrously clear
I rise
Bringing the gifts that my ancestors gave,
I am the dream and the hope of the slave.
I rise
I rise
I rise.

–  Maya Angelou

9 replies on “Still I Rise – Maya Angelou (અનુ. પન્ના નાયક)”

  1. EVOLUTION….The Natural process…makes it a part of the game of LIFE ! Growing and going upwards.. Progressing gradually are also the main features of it.
    Expressing the feelings so BOLDLY and with Strong conviction is Glaring… here
    Nice…claps for the CHOICE…
    Thanks.
    -La’ Kant / 31-3-13

  2. First time,I saw,Maya Anjelou’s picture,given here.but,I have heard a lot praise about her.
    This her poem is bonanza of Inspiration !!!

    Thanks.

  3. મારિ પસે મય એન્ગેલોઉ મતે અને તેનિ અ કવ્યત મતે સબ્દો નથિ.આગ્ ફેલવતિ અને સત્યતા કહેતિ આ કવ્ય
    ાપન રુદય ને હચ્મચવિ દ્યે ચ્હે.

  4. આક્રોશભરી કવિતાના સરસ અનુવાદ માટે કવિયત્રી પન્નાબેન નાયકને અભિનદન………………….

  5. હુઁ ઊગુઁ છુઁ….ઊડુઁ છુઁ….પ્રસરુઁ છુઁ……
    વાહ બન્ને કવયિત્રીઓને….વાહ….!
    સાભાર અભિનઁદનો !…શુભેચ્છાઓ..!

  6. માયા અન્જેલુ ની તેજાબી જબાનના મોફાટ વખાણ કરવાં પડે તેવી આ રચનાનો ભાવનુવાદ કવયત્રિ પન્નાજીએ અદભુત રીતે ગુજરાતીમા ઉતારી ભાગિરથી કામ કર્યું !તેમને મારી બેવડી સલામ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *