હું માગું છું – નીતા રામૈયા

નાચગાનથી ધબધબતા
આ શહેરના ધોરી રસ્તા વચ્ચે
ઊભા રહીને
હું માગું છું
મારી જાતનું રખોપું કરી શકે તેવી
એક રાત્રિ અને તેનો નિર્વેદ અંધકાર.

રાત્રિની પંપાળ વિના
અને
અંધકારની ઓથ વિના
મારી જાત
- મને ડર લાગે છે –
ભરભર ભરભર ભૂકો થઇ જશે, કદાચ,
શેરીના કૂતરાની જેમ
ડસડસતા
આ શહેરમાં.

વટકેલ આખલા જેવા
આ છટકેલ શહેરની વચ્ચોવચ્ચ
વીલે મોઢે ઊભા રહીને
હું માગું છું
મારી જાતનું રખોપું કરી શકે તેવી
એક રાત્રિ અને તેનો નિર્વેદ અંધકાર.

-નીતા રામૈયા

10 thoughts on “હું માગું છું – નીતા રામૈયા

  1. chandrika

    ખુબ જ સુંદર ગીત. સ્ત્રીની અસલામતી ની ભવનાનો સચોટ ચિતાર

    Reply
  2. chhaya

    નાચ ગાન થિ ધબક્તુ શહેર ,અન્ધ્કાર નિ ઓથ માગ્તેી એક્લ virodhaabhaas

    અદભુત varnan
    vatkel aakhlaa jevaa chhatkel shaher ni vachhe atuli asahaay naari

    Reply
  3. Ravindra Sankalia.

    ગયા દીસેમ્બર મહીનામા દિલ્હીમા નિર્ભયાનો બનાવ બની ગયો તે યાદ દેવડાવતુ પ્રસન્ગોચિત કાવ્ય. ઘણુજ સચોટ.

    Reply
  4. Igvyas

    નિર્ભયાની પીડાને વાચા આપતું આ કાવ્ય ચોટદાર બન્યું છે!

    Reply
  5. Chandrakant Lodhavia

    બેન જયશ્રીબેન,
    નીતાબેન રામૈયા નાના ગીતમાં એક બાજુ વેદના અને બીજી બાજુ આધુનિક સમાજની વિચાર (વિકાર) ની વાત ખૂબ જ સચોટ રીતે મુકી છે. ઘોર રાત્રી પાસે (પ્રક્રુતિ) પાસે આજની નારીને પુરુષ પાસે પણ રક્ષાની આશા નથી.
    ખૂબ લાક્ષણિક રીતે નારી વેદના સમાજ આગળ મુકી છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

    Reply
  6. Maheshchandra Naik

    મન હ્દયની તીવ્ર નારીવેદનાનુ સચોટ કાવ્ય…..

    Reply
  7. surbhi raval u.s.a

    ખુબ જ સરસ… હેયા મા રહેલેી વાત ને શબ્દો મલેીયા.

    Reply
  8. ashok pandya

    બહુ જ ચર્ચાયેલેી અને બહુ જ ચગાવવામાઁ આવેલેી આ યુગની સળગતી સમસ્યાને જબ્બર વાચા આપી છે. એ જ અંધકાર જે ડરાવવાનું નિમિત્ત બને છે તેને અરજ કરી છે..વાહ્..બહો ત ખુબ્..જે પોષતું તે જ મારતું નો ન્યાય..

    Reply
  9. mahendra pandya

    woman at dark night Impossible to move alone at any city or villages we are not in the age of Ramayan (RamRajya)God made woman and itself surprise ? might you know ?Brahma (creator of universe) himself was atrected by her daughter Sarasvati. Do you know ? history of Hanuman .?Please reffer Valmiki Ramayan.

    Reply
  10. Babulal Makadia

    PURUSHO NI NAFATA TA MATE ANATHI BIJA KOI SABDO NA HOI SAKE.SHTREEYO NI SALAMATI MATE
    APANI PASE SABDO NA SATHIA SIVAY BIJU SHUN CHE ?

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>