સપનાં વસંતના – સુરેશ દલાલ

આવે છે રોજ સપના વસંતના....    Picture: Vivek Tailor
આવે છે રોજ સપના વસંતના…. Picture: Vivek Tailor

એક પાનખરના ઝાડને આવે
આવે છે રોજ સપનાં વસંતના
ક્યારે મારી ડાળીએ ખીલે
ખિલખિલ ફૂલો સુગંધનાં

આજે ભલે ડાળીઓ સુક્કી
પણ કાલ એમાં વહેશે ધબકાર લીલોછમ;
આજ ભલે જાઉં હું ઝૂકી
વિધાતાની સામે : તોયે મને એનો નહીં ગમ.
એક એવી આવશે મોસમ :
કે ગીત મને મળશે કોયલના કંઠના.

માણસ પોતાનાં પોપચાં પંપાળે
એમ વ્હેતી હવા મને પંપાળી રહે
કોની આ માયા છે એ તો હું જાણું નહીં
પણ કોઇ મને કાનમાં વાતો સુંવાળી કહે
બિલોરી કાચ જેવા હૈયામાં એક દિવસ
મઘમઘ થઇ મ્હેકશે સપનાં અનંતના.

– સુરેશ દલાલ

5 replies on “સપનાં વસંતના – સુરેશ દલાલ”

  1. જય શ્રિ બેન્ આ ગેીત નો રાગ મલિ શ કે ??? પ્લીઝ મદ્દ્દ કર્ શોજેી

  2. વસંતના સપનાની મહેક જ જુદી હોય છે, માણનારને જ એની અનુભુતીનો આનદ પ્રાપ્ત થઈ શકે………………………..

  3. પાનખર ને ફુલ અને તેય પાચ્હા સુગન્ધિત્ અભાર

  4. કવિની ભાવનાને દાદ આપવી જ પડે !
    આખરે સપનાઁ અનઁતનાઁની ખેવના છે.
    ઉત્તમ વિચાર અને ભાવસભર ગેીત.આભાર.

  5. બિલોરિ કાચ જેવા હૈય મા……..મહેકશે સ્વપ્ના અનન્ત ના ….. ખુબ સુન્દર

Leave a Reply to ashvin bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *