અ-બોધકથા – ચંદ્રકાન્ત ટોપીવાળા

ઘેટું નદીએ પાણી પીતું હતું.
ક્યાંકથી વરુ
એની બાજુમાં આવીને ઊભું.
અને પાણી પીવા લાગ્યું.
ઘેટું દમામથી કહે :
‘જરા છેટું રહે છેટું
તારું એઠું પાણી પીને મારું મોઢું ગંધાવા માંડશે.’
વરુ હેબકાઈ ગયું.
એણે જોયું કે
ધ્રૂજવાની વાત તો બાજુએ રહી
ઘેટું ટટાર ડોક, ટટાર ટાંગ, ટટાર પુચ્છ,
લાલ આંખે એની તરફ તાકતું હતું.
વરુએ આંખ ઉઘાડબંધ કરી
પણ કોઈ ફેર પડ્યો બહીં
ઘેટાને જુએ ને વાઘ દેખાય.
ટટાર ઘેટાની બાજુમાં
વરુએ ગરીબ ઘેટું બની પાણી પીધે રાખ્યું.

– ચંદ્રકાન્ત ટોપીવાળા

(આભાર – લયસ્તરો)

7 replies on “અ-બોધકથા – ચંદ્રકાન્ત ટોપીવાળા”

 1. Maheshchandra Naik says:

  સરસ અ-બોધકથા………
  આપનો આભાર……………

 2. Kalpana says:

  ઘેટું રાખે વરુને છેટુ!! વાહ! વાહ! આભાર, જયશ્રી.

 3. chhaya says:

  vaah sundar sandesh .

 4. chhaya says:

  Title –very significant

 5. M.D.Gandhi, U.S.A. says:

  પોપાબાઈના ભારતમાં આજે સામાન્ય જણમાં પણ જો આટલી હિંમત હોત તો છે કોઈ રાજકારણીની કે પોલીસની દાદાગીરી કરવાની તાકાત? ભારતની જનતા આજે ઘણી સુખી હોત……

 6. Ravindra Sankalia. says:

  હુ શ્રી ગાન્ધીની કોમેન્ટ સાથે પુરેપુરો સમ્મત છુ.

 7. Shah Madhusudan Chandulal says:

  અ બોધ કથા …….. વાચિને થયુ કે સ્વપ્નુ તો નથિને..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *