તુલસીનું પાંદડું – અનિલ જોશી

em tipa
એમ પાંદડામાં ટીપાઓ ફરતાં…. (Picture: Vivek Tailor)

મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.

ઘાસભરી ખીણમાં પડતો વરસાદ
ક્યાંક છૂટાછવાયાં ઢોર ચરતાં,
ભુલકણી આંખનો ડોળો ફરે ને
એમ પાંદડામાં ટીપાઓ ફરતાં.
મેં તો આબરૂના કાંકરાથી પાણીને કૂંડાળું દીધું.

પાણીનાં ટીપાંથી ઝગમગતા ઘાસમાં
નભના ગોવાળિયાઓ ભમતા,
ઝૂલતા કદંબના ઝાડમાંથી મોઈ ને
દાંડિયો બનાવીને રમતા.
મેં તો વેશ્યાના હાથને સીતાનું છૂંદણું દીધું,

મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.

– અનિલ જોશી

13 replies on “તુલસીનું પાંદડું – અનિલ જોશી”

  1. So much of democracy in our Dharma?

    Remeber an advertisement: Gopis saying: Oh Lord.. when you give us back the sarees, give us A….a sarees !!!

    Joshi, Anillbhai, I am with Suresh vyas, Talatiji and Pushpakant.

    JAYSHRIBEN… PLEASE PUBLISH O N E such usage relating to other Dharmas, I am not naming them.

    NOT EXPECTED OF YOU.

    Remove this from this excellent medium. O R please publish once again : Ramka Gungan Karie. You will have tears in eyes.

    READERS, feel free to comment. This is one more after SUDAMANA FALIAMA LEXUS PADELI. AND … STOP FREE, CREATIVE IDEAS LIKE THIS ONE.

  2. સમથીંગ અનયુઝલ એટલે સારુ જ હોય ???

    આ પ્રેમસભર રચના કેવી રીતે કહી શકાય …..

    જવાબ હોય તો આપવા વિનંતિ….. આભાર ……

  3. બધા અનિલભાએપ્ર તુટી પડ્યા છે પણ મને તો કવિતાનો ઉપાડ જ બહુ ગમ્યો. સમથીન્ગ અનયુસ્વલ..

  4. બકવાસ કવિતા. થર્ડ ક્લાસ. બીજુ શું કહું? શબ્દો નથી રેહવા દીધા.

    કાંઇક સારુ લખો ભાઈ. નહીતર રેહવા દો.

    જયશ્રીબહેન તમે તો સારુ છાપો ????

  5. Not expected such words from Anilbhai. This is insult of Pavitra Tulsi…being Hindu Tulsi should not be used as such a bad way….Hate ,Hate, Hate.May be insluance of Foreign Stay.

  6. વાંચ્યું ,
    સારું પણ લાગ્યું
    પણ સમજણ બહુ ન પડી
    કોઈ સમજાવે તો કેવું ?
    સમજાવશો ?

    p

  7. મેં તો વેશ્યાના હાથને સીતાનું છૂંદણું દીધું,

    મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.

    વાહ અનિભઈ

  8. “મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.”

    જ્યારે તેનો અફશોસ થાય ત્યારે
    તુલસીના પાન્દડાને ક્રિશ્ણ ના ચરણામ્રિત મા નાખિને પિજો.

    જ્ય શ્રી ક્રિશ્ન !
    કન્દ૯૮૭

  9. તુલસી અને સીતાજીના નામો સાથે છેડછાડ વાળી આ રચના મને સાવ ભાવવિહીન,બેશુધ્ધી મા લખાયેલ લાગી? અનીલ જોશી પાસે આવી અપેક્ષા ન રાખી શકાય.

  10. After yiu have changed the page lay out i am not able to listen to any of the songs. Earlier there use to be link on which on clicking i could hear and enjoy the song (and no i dont want to down load).

    Can any help me.

    • મારેી સમજ પ્રમાને બધા જ ગેીતો કોઇ એ ગાયા નથેી. તે ફક્ત વાચવા માતે જ હોય ચ્હે.

  11. વોય વોય વોય્……અદભુત્…..
    કુચ તો લોગ કહેન્ગે….
    લોગો કા કામ હૈ કહેના….

Leave a Reply to Igvyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *