ભીતરથી ભાંગેલો માણસ – ગૌરાંગ દિવેટિયા

depressed 

આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
લૂછી શકો તો જરી લૂછો.

લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં.
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.

સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ
સૂંઘી શકો તો જરી સૂંઘો.

ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી
એ પથ્થરિયા સમણાંની વારતા.
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં
અત્તરિયા કોઇ નથી આવતા.

દ્રષ્ટિ વિનાની કોઇ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો.

 

4 replies on “ભીતરથી ભાંગેલો માણસ – ગૌરાંગ દિવેટિયા”

 1. pragnaju says:

  સુંદર કવિતા
  આ પંક્તી વધુ ગમી
  લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
  કેમ કરી જીરવ્યા જીરવાય નહીં.
  એકાકી વાંસળીની વેદનાના પડછાયા
  કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.
  યાદ આવી
  વાંસવન જેવું બનેલું મન છતાં,
  વાંસળીની ચોતરફ તંગી હતી.

 2. સુંદર રચના…

 3. Gaurangi says:

  સરસ અભિવ્યક્તિ!!

 4. Ramesh Shah says:

  આ ખ્ર્રરેખર સુન્દર રચના ,ભાવોને સારિ રિતે ર જુ ક રેલ ચ્હે.

  રમેશ શાહ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *