કવિતાથી વધુ કંઈ નહીં – પ્રણવ પંડ્યા

આજે – ૧૬ ફેબ્રુઆરીના દિવસે – કવિ શ્રી પ્રણવ પંડ્યાને – પૂજ્ય શ્રી મોરારીબાપુના હસ્તે – રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ એનાયત થઇ રહ્યો છે. પ્રણવભાઇને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ મઝાની ગઝલ – એમના તાજેતરમાં પ્રસિધ્ધ કવિતા સંગ્રહ – ‘કવિતાથી વધુ કંઈ નહીં’ ની ટાઇટલ ગઝલ..!!

kavitathi vadhu

કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીં
કવિતાના જ ખાઉ સમ, કવિતાથી વધુ કંઈ નહીં

ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગી
નરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં

કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર
તપાસો સત્વ, રજ ને તમ, કવિતાથી વધુ કંઈ નહીં

કદી એકાંત અજવાળે, કદી આ આંસુઓ ખાળે
બનાવે શ્વાસને ફોરમ, કવિતાથી વધુ કંઈ નહીં

વણ્યું ચરખે કબીરે એ કે એણે ગણગણ્યું’તું એ?
કહો મોંઘું ક્યું રેશમ? કવિતાથી વધુ કંઈ નહીં

થશે ઝાંખા શિલાલેખો કે તૂટશે કોટના ગુંબજ
હશે પરભાતિયા કાયમ, કવિતાથી વધુ કંઈ નહીં

– પ્રણવ પંડ્યા

18 replies on “કવિતાથી વધુ કંઈ નહીં – પ્રણવ પંડ્યા”

 1. K says:

  વણ્યું ચરખે કબીરે એ કે એણે ગણગણ્યું’તું એ?
  કહો મોંઘું ક્યું રેશમ? કવિતાથી વધુ કંઈ નહીં…..વાહ…..

 2. M.D.Gandhi, U.S.A. says:

  પુ. શ્રી મોરારી બાપુના વરદ હસ્તે શ્રી પ્રણવ પંડ્યાને રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ મેળવવા માટે અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.

  ગઝલ પણ સુંદર છે.

 3. M.D.Gandhi, U.S.A. says:

  પુ. શ્રી મોરારી બાપુના વરદ હસ્તે શ્રી પ્રણવ પંડ્યાને રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ મેળવવા માટે અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.

  ગઝલ પણ સુંદર છે.

 4. Hassan Ali says:

  Kavita thi sadhu kain nai
  Kavita atle saradta thi rhythm Asthe chale
  Akhe akhu Brahmand atle Kavita
  Kavi saheb sacha Che atlej Kavita na sam Kavita thi wadhu Kai nahi

 5. Mahesh B.Thaker says:

  પ્રનવ ખુબ ખુબ અભિનન્દન.
  કદી એકાંત અજવાળે, કદી આ આંસુઓ ખાળે
  બનાવે શ્વાસને ફોરમ, કવિતાથી વધુ કંઈ નહીં.

 6. Ravindra Sankalia. says:

  કવિતા કેટલી અમર છે કેટલી શાશ્વત છે એ આનાથી વધુ અસરકારક રીતે કોણ કહી શકે? પ્રણવ ભાઇને અભિનન્દન આ ગઝલ માટે તેમજ પુરસ્કાર માટે.

 7. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા says:

  વણ્યું ચરખે કબીરે એ કે એણે ગણગણ્યું’તું એ?
  કહો મોંઘું ક્યું રેશમ? કવિતાથી વધુ કંઈ નહીં

  થશે ઝાંખા શિલાલેખો કે તૂટશે કોટના ગુંબજ
  હશે પરભાતિયા કાયમ, કવિતાથી વધુ કંઈ નહીં

  કદી એકાંત અજવાળે, કદી આ આંસુઓ ખાળે
  બનાવે શ્વાસને ફોરમ, કવિતાથી વધુ કંઈ નહીં બસ ! ટીપ્પણી માં આનાથી વધુ કંઈજ નહીં!!

 8. સુંદર ગઝલ…

  ખૂબ ખૂબ અભિનંદન તથા શુભકામનાઓ…

 9. Prashant Patel says:

  પ્રણવ, હાર્દીક અભિનંદન!!
  “કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર” તો, આપના હસ્તાક્ષરથી માનવતાનું ઘળતર જારી રહે એવી આશા.

  પ્રશાંત પટેલ
  મેરીલેન્ડ, યુ.એસ.એ.

 10. Maheshchandra Naik says:

  કવિશ્રી પ્રણવ પંડ્યાને અભિનદન, યુવા કવિ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ, સરસ ગઝલ બદલ આપનો આભાર……

 11. B. J. Patel says:

  મહારાજ મહેરબાન હોય તો જ આવુ સર્જન શક્ય બને. આ કવિને હવે કોઇ પુરસ્કારની કોઇ જરુર ક્યા રહી બસ અભિનન્દન જ અભિનન્દન. બીજુ કાઈ નહિ.

 12. chandrika says:

  ગઈ કાલે કવિ ને ભવન’ સ અંધેરી માં સાંભળ્યા અને તેમની ગઝલ અહીં ટહુકો ઉપર વાંચી હતી તે યાદ આવી ગયું.યુવા કવિ ને થોડા મોડા મોડા પણ આપવા જરૂરી -ખુબ ખુબ અભિનંદન.

 13. sejal patel says:

  nice sir

 14. sejal patel says:

  nice sir kal j tamne yad karya sejal chodavadiya,bhanderi rushita gajera sankul amreli
  amne ae vat ni bov kushi 6 k aaj amara guruji successful kavi 6

 15. radhika devganiya chalala says:

  I am always reading in your poem
  wish you all the best
  thank you
  radhika,dipti,rushita over group

 16. bhanderi rushita says:

  nice………………………….happy navratri.//////////////////////////

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *