દોડો, દોડો સુરતીલાલા… – વિવેક મનહર ટેલર

ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ સુરત ખાતે સૂર્યાસ્ત પછી હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જે ફાળો ઊભો થાય એ કેન્સરપીડિતો માટે, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તથા સુરતને ગ્રીન-સિટિ બનવવા માટે વપરાશે… તો, આજે રજૂ છે અમારા પ્યારા પ્યારા સુરતીલાલાઓ માટે એક હળવા મિજાજનું ગીત……Click here for more information on the Surat Night Half Marathon 2013….

 

સ્વરકાર/સંગીતકાર અને ગાયક : ચિરાગ રતનપરા
સૌજન્ય સ્વીકાર : કૌશિક ઘેલાણી

દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો,
તન-મનમાં બાંધેલી આળસની બેડી ઝંઝોડો.

ખાણી-પીણીની લારી ઉપર રોજ લાગે છે લાઇન,
લોચાથી સવાર પડે ને સાંજ પડે ત્યાં વાઇન;
મોજ-મસ્તીની વાત આવે તો સુરતીલાલા ફાઇન,
સમાજસેવાની વાતમાં આપણે ક્યારે કરીશું શાઇન ?
માથે લ્હેરીલાલાનું જે આળ ચડ્યું છે, તોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

ત્રેવીસમી ફેબ્રુઆરીની દોડ એ કેવળ દોડ નથી,
કેન્સરના દર્દીઓ માટે દોડવામાં કંઈ ખોડ નથી;
ટ્રાફિકની સમસ્યાઓનો આજેય કોઈ તોડ નથી,
સુરતને લીલુંછમ કરવાથી મોટી કોઈ હોડ નથી,
એક દિવસ તો ટી.વી., સિનેમા, બાગ-બગીચા છોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

નાનાં-મોટાં, બચ્ચા-બુઢા, સ્ત્રી-પુરુષ સહુ આવો,
અનેક આવો, દરેક આવો, જ્યોતથી જ્યોત જગાવો;
થોડી ઇચ્છા, થોડાં સપનાં, થોડી આશા વાવો,
સુરતને ખુબસૂરત કરીએ, કદમથી કદમ મિલાવો,
મન મૂકીને દોડો, દિલથી દિલનો નાતો જોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો.

– વિવેક મનહર ટેલર

(આભાર – શબ્દો છે શ્વાસ મારા)

Surat Night Half Marathon 2013

17 replies on “દોડો, દોડો સુરતીલાલા… – વિવેક મનહર ટેલર”

  1. HU CHIRAG RATANPARA (COMPOSER AND SINGER OF THIS SONG 9879624410 )AAP SAU MITRO NO KHUB KHUB AABHAR MANU CHU …THANKS AND THANKS FOR GREAT LYRICS BY VIVEK BHAI …

  2. બહુ સુન્દર, મનહરભાઈ. ૨૩મી ફેબ્રુઆરી ના દિવસે સુરતની રોનક જોવાજેવી હશે. દોદનારાઓ ને અભિનન્દન. એ દિવસની દોડનો લંડનમા બેઠા એકાદ ફોટો જોવા મળે તો મઝા આવે.
    આભાર.

  3. વાહ, સુંદર લયબધ્ધ ગીતની એટલી જ અદભૂત સંગીતમય રજૂઆત!
    દરેકને અભિનંદન!!
    સુધીર પટેલ.

  4. અમારી ઈચ્છા આ રચના સંગીતમય બની અમારા સુધી આવે, એ પુરી કરવા માટે સૌ કોઈનો આભાર………..આનદ આનદ થઈ ગયો, સ્વરકાર, સંગીતકાર અને રચયીતા સૌને અભિનદન…………..શ્રી જયશ્રીબેન આપનો પણ આભાર……….

  5. સરસ … સંગીત ખરેખર દિલચશ્પ છે… અને શબ્દો પણ મધુર છે..!! વિવેકભાઈ.. જાદુ છવાયો છે આપનો…

  6. શ્રી વિવેકભાઈ,
    સુંદર, તમારા ગીતની દરેક કડીના શબ્દો ઉપર તમે કહ્યા મુજબ મેં પણ એક જ શ્ર્વાસે દોડ લગાવી, આખું ગીત વાંચી આ લખવા શ્ર્વાસ લીધો.
    નાનાં-મોટાં, બચ્ચા-બુઢા, સ્ત્રી-પુરુષ સહુ આવો,
    અનેક આવો, દરેક આવો, જ્યોતથી જ્યોત જગાવો;
    આ સંદેશ ખૂબ જ ગમ્યો.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  7. અનેક આવો, દરેક આવો, જ્યોતથી જ્યોત જગાવો;
    થોડી ઇચ્છા, થોડાં સપનાં, થોડી આશા વાવો,
    દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો,
    તન-મનમાં બાંધેલી આળસની બેડી ઝંઝોડો.
    સૌ સુરતી લાલા ને હાર્દીક શુભેચ્છા સહ અભિનંદન !

  8. સુરેશ દલાલનુ વાયરો ગીત ખુબજ ગમ્યુ. આજે આપણી વચે નથી તો પણ કવિતા થકી આપણી સાથે જીવી રહ્યા છે એવી પ્રતીતિ થાય છે.

Leave a Reply to CHIRAG RATANPARA Cancel reply

Your email address will not be published. Required fields are marked *