સાંજ ટાણે – હિમાંશુ ભટ્ટ

સાંજ ટાણે રોજના શાના વિચારો હોય છે ?
જેમના ઉત્તર ના હો, તે શું સવાલો હોય છે ?

હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?

શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

રક્ત પર અંકિત થશે ડાઘા દલાલીના સતત,
પિંડ હો તારું ને જો છાંયો પરાયો હોય છે.

એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.

– હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)

6 replies on “સાંજ ટાણે – હિમાંશુ ભટ્ટ”

  1. સરસ કવિતા……….ભુલો નજરંઅદાઝ કરતા રહીએ તો માણસ મઝાનો હોય છે………………

  2. શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

    This is just wonderful thought.

  3. શક્ય હો તો એક-બે ભૂલો નજર અંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.
    Heartly great…

  4. Thanks Jayshree for a wonderful surprise this morning. Also, Vivek had a little something to do with suggesting to simplify orignal version of the last sher… Goes to show the camaraderie between poets.
    Cheers!

  5. ભુલો નજરાન્દાજ કરવી, કારણ માણસ મઝાનો હોય છે.સરસ કવિતા.

Leave a Reply to Paras Sutariya Cancel reply

Your email address will not be published. Required fields are marked *