સાંજ ટાણે – હિમાંશુ ભટ્ટ

સાંજ ટાણે રોજના શાના વિચારો હોય છે ?
જેમના ઉત્તર ના હો, તે શું સવાલો હોય છે ?

હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?

શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

રક્ત પર અંકિત થશે ડાઘા દલાલીના સતત,
પિંડ હો તારું ને જો છાંયો પરાયો હોય છે.

એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.

– હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)

6 replies on “સાંજ ટાણે – હિમાંશુ ભટ્ટ”

 1. માણસ મજાનો અને દીકરો સવાયો વાળા બે શેર તો હૃદય પર હસ્તાક્ષર કરી ગયા…

  વાહ કવિ! વાહ…

 2. Ravindra Sankalia. says:

  ભુલો નજરાન્દાજ કરવી, કારણ માણસ મઝાનો હોય છે.સરસ કવિતા.

 3. Himanshu says:

  Thanks Jayshree for a wonderful surprise this morning. Also, Vivek had a little something to do with suggesting to simplify orignal version of the last sher… Goes to show the camaraderie between poets.
  Cheers!

 4. Paras Sutariya says:

  શક્ય હો તો એક-બે ભૂલો નજર અંદાજ કર
  એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.
  Heartly great…

 5. Chirag says:

  શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
  એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

  This is just wonderful thought.

 6. Maheshchandra Naik says:

  સરસ કવિતા……….ભુલો નજરંઅદાઝ કરતા રહીએ તો માણસ મઝાનો હોય છે………………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *