તારો કાગળ – મુકેશ જોશી

આજે તારો કાગળ મળ્યો.
ગોળ ખાઇને સૂરજ ઊગે એવો દિવસ ગળ્યો

એકે એક શબ્દની આંખો જ્વાળાથી છલકે
તારા અક્ષર તારા જેવુ મીઠુ મીઠુ મલકે
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જૈ ભળ્યો

તરસ ભરેલા પરબિડિયાની વચ્ચે મારી જાત
લે મને પીજા હે કાગળ પછી માંડ્જે વાત
મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો

– મુકેશ જોશી

13 replies on “તારો કાગળ – મુકેશ જોશી”

  1. ખરેખર નાનુ પણ ખુબ મઝાનુ ગીત. છેલ્લી પન્ક્તિ તો બેનમુન.

    • PREMIKA NO KAGAL MALTAN KETLI KHUSHI THAY CHHE PREMINE HAVE KAGALNE STHANE E-MAIL ANE SMS AVI GAYAN CHHE JOKE ANAND TO ATLOJ THAY CHHE

    • અરે વિવેકભાઈ ;
      – પ્રેમમાં તે કાંઈ પડાતું હશે ?
      – આ કાવ્ય નાં પઠન બાદ તો ભાઈ, પ્રેમમાં ભળવાનું હોય
      – અને પ્રેમમાં ઢળવાનું હોય . – પડવાનું નહિં જ તો વળી .
      ખરેખર ખુબ જ સ ર સ ર ચ નાં –
      O. K. – પુષ્પકા ન્ત તલાટી નાં (પાય-લાગણ ને બદલે) પ્રેમ-લાગણ વાંચશોજી.

  2. હિંચકે ઝુલતા, હળવા સ્મિતે, મમળાવવાય તેવી વાત. beautiful !

  3. સરસ નાનકડી પ્રેમ વ્યક્ત કરતી રચના…………

Leave a Reply to chirag Cancel reply

Your email address will not be published. Required fields are marked *