તારો કાગળ – મુકેશ જોશી

આજે તારો કાગળ મળ્યો.
ગોળ ખાઇને સૂરજ ઊગે એવો દિવસ ગળ્યો

એકે એક શબ્દની આંખો જ્વાળાથી છલકે
તારા અક્ષર તારા જેવુ મીઠુ મીઠુ મલકે
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જૈ ભળ્યો

તરસ ભરેલા પરબિડિયાની વચ્ચે મારી જાત
લે મને પીજા હે કાગળ પછી માંડ્જે વાત
મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો

– મુકેશ જોશી

13 replies on “તારો કાગળ – મુકેશ જોશી”

  1. chandrika says:

    પ્રેમની ખુબ જ સુંદર અભિવ્યક્તિ.

  2. chhaya says:

    bahu j sundar shabdo !

  3. anil bhatt says:

    Sunder.

  4. M.D.Gandhi, U.S.A. says:

    નાનું પણ બહુ સુંદર ગીત છે.

  5. Maheshchandra Naik says:

    સરસ નાનકડી પ્રેમ વ્યક્ત કરતી રચના…………

  6. chirag says:

    હિંચકે ઝુલતા, હળવા સ્મિતે, મમળાવવાય તેવી વાત. beautiful !

  7. વાહ… અદભુત… ખૂબ જ સુંદર ગીત… આવા ગીત વાંચીએ તો પ્રેમમાં પડવાનું મન થાય…

    • mahesh rana vadodara says:

      PREMIKA NO KAGAL MALTAN KETLI KHUSHI THAY CHHE PREMINE HAVE KAGALNE STHANE E-MAIL ANE SMS AVI GAYAN CHHE JOKE ANAND TO ATLOJ THAY CHHE

    • Puhpakant Talati says:

      અરે વિવેકભાઈ ;
      – પ્રેમમાં તે કાંઈ પડાતું હશે ?
      – આ કાવ્ય નાં પઠન બાદ તો ભાઈ, પ્રેમમાં ભળવાનું હોય
      – અને પ્રેમમાં ઢળવાનું હોય . – પડવાનું નહિં જ તો વળી .
      ખરેખર ખુબ જ સ ર સ ર ચ નાં –
      O. K. – પુષ્પકા ન્ત તલાટી નાં (પાય-લાગણ ને બદલે) પ્રેમ-લાગણ વાંચશોજી.

  8. Raushabh says:

    Excellent poem …………… love to read.
    I use to read each & every poem.
    Appreciated to all writer. LOVE U ALL.

    Raushabh

  9. Ravindra Sankalia. says:

    ખરેખર નાનુ પણ ખુબ મઝાનુ ગીત. છેલ્લી પન્ક્તિ તો બેનમુન.

  10. Igvyas says:

    આફ્રીન !

  11. WOW!! WONDERFUL AND HEART TOUCHING SMALL BUT SWEET POETRY. GOD BLESS, CARRY ON. BHARAT PUROHIT USA. 09/02/2013

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *