પંડિત શ્રી અતુલ દેસાઇની ચિરવિદાય

AtulDesai

શાસ્ત્રીય ગાયક, પંડિત શ્રી અતુલ દેસાઇનું સોમવારે – જાન્યુઆરી ૨૦, ૨૦૧૩ – Toronto, Canada ખાતે હૃદયરોગનાં હુમલાને કારણે અવસાન થયું. પંડિત અતુલ દેસાઇ ગ્વાલિયર ઘરાનાનાં યુગસર્જક ગાયક, પંડિત ઓમકારનાથ ઠાકુરનાં પટ્ટશિષ્ય હતા. તેમણે પંડિતજીની ગાયકીને આત્મસાત્ કરી હતી.

આપણા સર્વ તરફથી પંડિતજીને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! એમનું સ્વરાંકન ‘વિરાટનો હિંડોળો’ તો અગણિતવાર સાંભળ્યું છે..! એમના સંગીત થકી પંડિતજી હંમેશા આપણી વચ્ચે રહેશે.

સ્વર – સ્વરાંકન : અતુલ દેસાઇ

.

16 replies on “પંડિત શ્રી અતુલ દેસાઇની ચિરવિદાય”

  1. Posted on http://www.girishparikh.wordpress.com :
    પંડિત અતુલ દેસાઈને અંજલી

    આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર છે સંગીતના કાર્યક્રમનું ફ્લાયર જેના શરૂઆતના શબ્દોઃ “GRAND MUSICAL EVENING WITH THE MAGICAL VOICE OF ATUL DESAI — HINDUSTANI CLASSICAL VOCAL — SEMICLASSICAL GAZALS & SONGS”. (ભવ્ય સંગીતસંધ્યા અતુલ દેસાઈના જાદુઈ સ્વરમાં — હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ સંગીત — સેમાઈક્લાસિકલ ગઝલો અને ગીતો).

    શિકાગોના સબર્બ શામબર્ગમાં ડો. અશરફ ડબાવાલા તથા ડો. મધુમતી મહેતાના નિવાસસ્થાને આ કાર્યક્રમ ઓક્ટોબર ૫, ૧૯૯૬ના રોજ યોજાયો હતો.

    આ કાર્યક્ર્મના આયોજનમાં આ લખનારને મદદ કરવાનો લહાવો મળ્યો હતો — એનું નામ પણ ફ્લાયરમાં છે.

    અતુલ દેસાઈના જાદુઈ સ્વરને મન ભારીને માણતાં પચાસના દાયકાની શરૂઆતમાં અમદાવાદની ગુજરાત કોલેજમાં ભણતો હતો એ દિવસો યાદ આવ્યા — અતુલ દેસાઈ પણ એ વખતે ગુજરાત કોલેજમાં વિદ્યાર્થી હતા, અને કોલજના કાર્યક્રમોમાં એમને ગાતા સાંભળેલા ત્યારે જ લાગેલું કે એ ભવિષ્યમાં મહાન ગાયક થશે.

    કાર્યક્રમ દરમિયાન એમની સાથે ગુજરાત કોલેજનાં સ્મરણો તાજાં કર્યાં હતાં.

    હમણાં જ tahuko.com પર વાંચ્યું કે જાન્યુઆરી ૨૦, ૨૦૧૩ના રોજ હૃદયરોગના હુમલાથી એમનું અવસાન થયું.

    પંડિત અતુલ દેસાઈના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે, એમના પરિવારને તથા એમના અનેક ચાહકોને આ દુખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.

    લીંકઃ https://tahuko.com/?p=13953#comments .

  2. ૐ શાંતિ ૐ . પંડિતજી નાં આત્મા ને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના. may God Grant Him Peace

  3. એમના ઘર પાસેથિ પસાર થયો ત્યારે યાદ કરેલા.
    We will miss him.

    Atul

  4. સન્ગિત જગત ને મોટિ ખોટ પડ્શે…. પ્રભુ તેમના આત્મા ને ચીર શાન્તિ આપે….

  5. Music is the language of Soul and very few can translet it.
    Pandit Atul Desai was one of these few.
    With his passing away we have lost one of the best connectivity to the God.
    May God give him lasting peace.

  6. અતુલ્ય અતુલ દેસાઈ આજે આપણી વચ્ચે નથી..તેમના સ્વરાંક્નો અને તેમનો મિજાજ તથા શબ્દ અને કવિતા/ગીતની ગહરી સમજ ચિર યાદ રહેશે..વિરાટ ના હિન્ડોળામાં બેસીને વિરાટ પાસે ચાલ્યા ગયા..ભગવાન તેમના આત્માને પરમ શાંતિ આપે..

  7. પંડિત શ્રી અતુલ દેસાઈના પવિત્ર આત્માની શાશ્વત શાંતિ અર્થે,

    ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને નમ્ર પ્રાર્થના.

  8. ૐ શાંતિ ૐ . પંડિતજી નાં આત્મા ને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના.

  9. પંડિત શ્રી અતુલ દેસાઈને હ્દયપુર્વકની શ્રદ્ધાંજલી અને શ્રધ્ધા-સુમન………………..

  10. ઈશ્વર એમના આત્મા ને શાન્તિ આપે.
    ફુલવતિ શાહ

  11. ભગવાન તેમના આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના

  12. ઓમ શાંતિ . પંડિતજી નાં આત્મા ને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના

  13. આપણા સર્વ તરફથી પંડિતજીને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! એમનું સ્વરાંકન ‘વિરાટનો હિંડોળો’ તો અગણિતવાર સાંભળ્યું છે..! એમના સંગીત થકી પંડિતજી હંમેશા આપણી વચ્ચે રહેશે.

Leave a Reply to Pushpendraray Mehta Cancel reply

Your email address will not be published. Required fields are marked *