તમે – મનસુખ લશ્કરી

તમે
મરચી ઉગાડો કે શેરડી
ઘર બનાવો
કતલખાનું ચણાવો
કે કબર બાંધો
તો ય

આ જમીન
કાંઈ કે’તા કાંઈ
એક અક્ષરેય બોલશે નહીં

બસ
જોયા કરે છે બધું
ચુપચાપ

હું એટલો સ્થિતપ્રજ્ઞ
હજીય બની શક્યો નથી
ને તો ય
કેટલી લીલપભરી આંખે
જોઈ રહી છે મને
અ-તૂલ મમત્વથી !

– મનસુખ લશ્કરી

7 replies on “તમે – મનસુખ લશ્કરી”

  1. ધરતીની સહનશીલતાની ચરમશીંમાનું દર્શન અને વાત્સલ્યતાનો અભિષેક.
    અતિસુંદર.
    આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *