આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા….

વર્ષોથી પપ્પાની જુની કેસેટમાં સાંભળેલુ આ ગીત – જેટલુ કંઠસ્થ છે એટલું જ હ્રદયસ્થ પણ છે. પણ કવિ – સ્વરકારના નામ માટે આપ કોઇ મદદ કરશો?

Lands End, San Francisco

સ્વર – મુકેશ
સ્વરાંકન – અવિનાશ વ્યાસ
આલ્બમ – તારી યાદ સતાવે
કવિ – ?

આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા
ઉપર બનાવ્યો મોર રૂડો, ને એમાં ભર્યા નર્યા ચિંથરા

પંડના પિજરામાં પંડ પૂરાયો હંસલો કામણગારો,
કોઇનો નાખેલો ચારો એ ચરતો, છોડીને મોતીનો ચારો

છો ને બનાવ્યો મ્હેલ રૂડો, પણ ભીતરમાં તો નર્યા ____(?)
આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા

નહીં આરો કે નહીં ઓવારો એવો, સંસાર સાગર ખારો
તરીને ડૂબવું કે ડૂબીને તરવું, વારા ફરતી વારો

સાગર કેરું નામ ધર્યું પણ, નીરું જુઓ તો એના છીછરા
આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા

9 replies on “આપણ સૌ એ હરતાં ફરતાં પિંજરા….”

  1. જીવનના મર્મને અનુભવી સરસ અભિવ્યક્તિ………………………..

  2. જીવનનુઁ રહસ્ય ખૂબ ઉઁડાણપૂર્વક સમજાવ્યુઁ છે આ ગેીતંમાઁ.
    આભાર સૌનો.

Leave a Reply to manubhai1981 Cancel reply

Your email address will not be published. Required fields are marked *