કોને ખબર ? – રમેશ પારેખ

સ્વર – સંગીત – આશિત દેસાઇ

ઝાડમાંથી શું ગયું કોને ખબર ?....   Dublin, CA
ઝાડમાંથી શું ગયું કોને ખબર ?…. Dublin, CA – December 24, 2012

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

– રમેશ પારેખ

9 replies on “કોને ખબર ? – રમેશ પારેખ”

  1. શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
    એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

    વાહ વાહ, કેટલુ સત્ય કહ્યુ છે ….

  2. જયશ્રી બહેન, ગીત ઓડિયો માં સંભળાતુ નથી. ફિક્ષ કરવા કૃપા કરશો

  3. રમેશ પારેખની સુન્દરતમ રચનાઓ માની એક…. ક્યા બાત્…!!!

Leave a Reply to Falguni ashok Cancel reply

Your email address will not be published. Required fields are marked *