કોને ખબર ? – રમેશ પારેખ

સ્વર – સંગીત – આશિત દેસાઇ

ઝાડમાંથી શું ગયું કોને ખબર ?....  Dublin, CA

ઝાડમાંથી શું ગયું કોને ખબર ?…. Dublin, CA – December 24, 2012

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

– રમેશ પારેખ

9 replies on “કોને ખબર ? – રમેશ પારેખ”

 1. Vijay Bhatt ( Los Angeles) says:

  રમેશ પારેખની સુન્દરતમ રચનાઓ માની એક…. ક્યા બાત્…!!!

 2. hassan says:

  જયશ્રી બહેન, ગીત ઓડિયો માં સંભળાતુ નથી. ફિક્ષ કરવા કૃપા કરશો

 3. ફરી ફરી મમળાવવી ગમે એવી મજાની ગઝલ… આવી રચના વાંચીએ ત્યારે કવિતા કોને કહેવાય એની સમજ પડે…

 4. Sakshar says:

  સોન્ગ પ્લે નથી થતું, File not found આવે છે.

 5. hassan says:

  શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
  એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

  વાહ વાહ, કેટલુ સત્ય કહ્યુ છે ….

 6. Falguni ashok says:

  સુન્દર ગઝ્લ્

 7. Darshan Zaveri says:

  Superb….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *