બિસમિલ્લાહ ! – રાજેન્દ્ર શુક્લ

ગઝલ પઠન – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ

આવ્યો અજાયબ મોડ...        Hiking from Stinson Beach to East Peak, Mt. Tamalpais, CA
આવ્યો અજાયબ મોડ… Hiking from Stinson Beach to East Peak, Mt. Tamalpais, CA

અરે ! આવ્યો અજાયબ મોડ, બિસમિલ્લાહ !
હડી કાઢી હરખ ને દોડ, બિસમિલ્લાહ !

તરીકતનું તણખલું તોડ, બિસમિલ્લાહ !
હકીકતનું હલેસું છોડ, બિસમિલ્લાહ !

નરી આંખે હવે જોવું, નર્યું હોવું,
અરીસા આયના સબ ફોડ, બિસમિલ્લાહ !

તમે પણ તે જ છો તેની ખબર ઊગો,
હવે તો બસ અહંગ્રહ જોડ, બિસમિલ્લાહ !

કદમ એક જ અને આવાસ કાયમનો,
કરી સૌ શૂન્ય શૂન્યે ખોડ, બિસમિલ્લાહ !

– રાજેન્દ્ર શુક્લ

4 replies on “બિસમિલ્લાહ ! – રાજેન્દ્ર શુક્લ”

  1. સરસ. કવિનો ભાવ હરખ્યો. કદમ એક અને આવાસ કાયમનો, nearly there નો , અહેસાસ.
    સુન્દર. આભાર
    નવું વરસ સુખદાયી રહો.

Leave a Reply to Sudhir Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *