એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે – કિરણ ચૌહાણ

koel 

બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.

એજ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે,
જે મરણના આગમનની વાત ભુલી જાય છે.

કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું,
એટલે મારાં બધાંયે દર્દ હાંફી જાય છે.

પહોંચવા તારા લગી કંઈ ચાલવું પડતું  નથી,
પગ તળેથી માર્ગ આપોઆપ સરકી જાય છે.

આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.

-કિરણ ચૌહાણ

12 replies on “એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે – કિરણ ચૌહાણ”

  1. બહુ સરસ!

    “આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
    રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.”

    અરે એમ કહોઃ

    “આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
    રોજ તું મરણિયો થૈ લડે ને રોજ જીતી જાય છે.”

    જય શ્રી ક્રિશ્ણ!
    સુરેશ વ્યાસ

  2. અક્દમ મન ને મોહિ લે એવિ સુન્દર પન્ક્તિઓ ૬એ……મરિ પસે આનિ ૧ પન્કતિ નતિ આજ મલિ ગઈ

  3. જયશ્રીબેન,
    જયશી નામની “એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે “- કિરણ ચૌહાણની આ ગઝલ જિંદગીની મઝલ કાપવા માટે ખુબ જ આશ્વાશનું બળ આપે તેવું છે. હા, અને જયશ્રીબેન તમે પણ રોજ સવારે મારા ઘરમાં આવીને ટહુકો કરો છો તે પણ ખુબ ગમે છે.
    એજ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે,
    જે મરણના આગમનની વાત ભુલી જાય છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  4. સુંદર ગઝલ
    આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
    રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.
    વાહ
    તેથી તો કહેવાયું છે -‘રોજ મરે તેને કોણ રડે?’
    અને ઉપાય પણ મઝેનો
    કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું,
    એટલે મારાં બધાંયે દર્દ હાંફી જાય છે.
    આ ફ રી ન

  5. વાહ િકરણભાઈ, એક થી એક ચિઢયાતા શેર….બહુ મઝા આવી ગઈ…..

    મુકેશ

  6. બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
    એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.

    કિરણભાઈની સુંદર ગઝલોમાંની એક..

  7. બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
    એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે………
    વાહ્! સુંદર ગઝલ! ‘ટહુકો’ પણ આજ કામ કરે છે ને!
    આભાર!

Leave a Reply to Sujata Cancel reply

Your email address will not be published. Required fields are marked *