તડકાના ટુકડા સંઘરવાનું છોડ – કાજલ ઓઝા

(ઝૂરતો ખાલીપો…. Death Valley, California – Aug 28, 2008)

* * * * *

તારી આંખોમાં તું ડૂબ હવે, ધીમેથી
બીજાની આંખોમાં તરવાનું છોડ.

વાયદાનાં ફૂલોની મોસમ તો વીતી ગઇ
વગડે વગડે હવે ફરવાનું છોડ.

તારી આંખોમાં ભલે ખાલીપો ઝૂરતો
બીજાની રાતોને ભરવાનું છોડ.

તારી હથેળીમાં ચડવા દે રંગ કોઇ
મુઠ્ઠીની રેત જેમ સરવાનું છોડ.

પગલાંની છાપ હવે ક્યાંય નથી પડવાની
છોડ બધું, નીકળી જા… ડરવાનું છોડ.

એની સુગંધે ક્યાં લગી જીવીશ તું?
એક એક શ્વાસ માટે મરવાનું છોડ.

તારી ભીતર આખો ઝાકળનો દેશ છે
તડકાના ટુકડા સંઘરવાનું છોડ.

તારી ભીનાશ એની સમજણની બહાર છે
રૂંવે રૂંવેથી નીતરવાનું છોડ.

બાવળ તો બાવળ ને થોરડું તો થોરડું
જાણી લે, ફૂલ નથી – ખરવાનું છોડ.

બીજાથી જુદો, પણ એય નર્યો માણસ છે
માગવા-તરફડવા-કરગરવાનું છોડ.

કોણે કીધું કે તને કોઇ નથી ઝંખતુ – ચાહતું
એક પછી એક સાપ ડંખવાનું છોડ.

8 replies on “તડકાના ટુકડા સંઘરવાનું છોડ – કાજલ ઓઝા”

  1. ” તારી આંખોમાં તું ડૂબ હવે! ”
    “કાજલ ઓઝા વૈદ્ય…” મોરારિબાપુના છેલ્લા “અસ્મિતા પર્વ-૧૫” માં બળુકા અવાજમાં સ્પષ્ટ…ખમીરવંતુ.. આત્મવિશ્વાસભર્યું વક્તવ્ય
    પોતાને બિનહરીફ સાહિત્યકાર તરીકે ઓળખાવનાર…એક સ્ત્રી-પાત્ર, શિવકુમાર જોશીની નોવેલોના મુખ્ય “હટકે” કેરેક્ટર જેવું…લગભગ
    હકીકતમાં વારી ગયો છૂ ……{તમે કહ્યું છે તમારી રચનામાં તેમ…}ઃ—> “વગડે વગડે હવે ફરવાનું છોડ.”
    + {તારી ભીતર આખો ઝાકળનો દેશ છે,તડકાના ટુકડા સંઘરવાનું છોડ.}
    પણ સત્ય એ છે કેઃ—> <<>>

    આ તો ” વળગણ ” ને છોડવા જેવી જ વાત છે!!!થાંભલો કંઈ એમ આપણ ને નથીજ છોડવાનો,ભાઈ!
    જે કરવાનું છે તે જાતે…પંડે…પોતે…
    ===============================================================================================
    કંઇક સમાન-મર્મી પંક્તિઓ પેશ છે…રેફ. ટુ કોન્ટેક્ષ્ટ માં ……..

    {{{ કરી નાખો

    ખેંચી ખેંચીને બહુ વાપરી આંખો,આંખોનો પ્રકાશ પડે જ્યારે ઝાંખો,
    અંતર-સ્રોતનો પ્રવાહ થયો પાંખો,કરવાનું બધું હવે ઝટ કરી નાખો.

    શું હશે ?

    ઉત્સાહનું ઠરી જવુ,’ઈચ્છાનું મરી જવું શું હશે ?
    નક્કામું ડરી જવું, ને પછી ફરી જવું શું હશે ?

    આપણે બેઉ

    શું આપણે બેઉ સાવ અડધા- અધૂરાં?
    આપણે બેઉ અર્ધ-નારીશ્વર માત્ર પ્યારાં?

    પ્રેમ!

    સારું થયું,ખબર ન પડી,કે,એ તો હતો પ્રેમ !
    નૈતો,અટવાત એના વળગણોમાં એમ ને એમ ! }}}

    નડતર

    કંઈ ને કંઈ પકડતો, હું જ મને બહુ નડતો!
    રહું જો સાવ અળગો, નિ જ વિચાર કનડતો
    ક્યારેક પડું એકલો જો,ખુદા આવી ચડતો!
    અચાનક એમ જડતો,ને, શ્વાસ મારો ઠરતો.

    કોચલું ફોડવાનું કૌવત!

    ” આ કોચલું આપણું જ ઘડ્યું ,મનના બંધ બાંધ્યા તેજ!
    ખુદની માન્યતાજ નડે ખૂબજ,ભ્રમના ફેરા એના એજ!
    માન્યતાનું શીર્ષાસન જ સાચો ઉપાય,તેની પાર જવા,
    મન બદલે તો જ જીવાય, મૌજ ને લિજ્જત આવે સે’જ,
    મનના આકાશની સીમા ન બાંધીએ, ઓ મારા ભાઈ!
    આવરણ જો હટે ભ્રમના, અહં કોચલું જો ફોડીએ,ભાઈ,
    ખોલીએ જો મનના દ્વાર,ગતિ,વિકાસ,ઊંચું ઉડ્ડયન મળે,-
    હિંમત રાખી હૈયે,કરી મન મક્કમ,નિર્ધાર ધરીએ ભાઈ !”

    લા’કાન્ત / ૨૫-૫-૧૨

  2. …એની સુગંધે ક્યાં લગી જીવીશ તું?
    એક એક શ્વાસ માટે મરવાનું છોડ.
    ..તારી ભીનાશ એની સમજણની બહાર છે
    રૂંવે રૂંવેથી નીતરવાનું છોડ.
    ..બીજાથી જુદો, પણ એય નર્યો માણસ છે
    માગવા-તરફડવા-કરગરવાનું છોડ…

    તારી હથેળીમાં ચડવા દે રંગ કોઇ
    મુઠ્ઠીની રેત જેમ સરવાનું છોડ…

    ..very true!!!

  3. બાવળ તો બાવળ ને થોરડું તો થોરડું
    જાણી લે, ફૂલ નથી – ખરવાનું છોડ.

    કોઈ નિષ્ફળતા અને નિરાશા પામેલી વ્યક્તિને સંબોધીને આ કાવ્ય લાખાયું હોય એવું લાગે છે.
    પ્રેમ જ્યારે ઈશ્વર માટે હોય ત્યારે ભક્તિનું અને સમર્પણનું સ્વરૂપ ધારણ કરે છે.
    અને જે કાઈ પ્રાપ્ત થાય તે ઈશ્વરનોપ્રસાદ સમજીને ભક્ત માથે ચઢાવે છે.
    એમાં નિર્મળ આનંદ હોય અને નિષ્ફળતા અને નિરાશાને સ્થાન ન હોય.
    માં અને મિત્ર કદાચ ઈશ્વરનું બીજું સ્વરૂપ છે આથી એ પ્રેમ પણ ભર્યો ભર્યો હોય છે.
    બીજી બધી relationships જો obsession નું સ્વરૂપ લે તો પછી તેમાં નકારાત્મકતા વધતી જાય.

  4. hi kajal ben kem cho mazama????????hu tamari colam sabandho nu managment kadi nathi chukto…mane tamari books pan bau game che.ek book che jeme (dikri vhal no dariyo>jema tame ane gani badhi femous womense pot potana father na expireans share karya ghe….jeme tame lakyu hatu k mara father digant oza ne cafes ma lakhvu saru fave…..ane e j divse hu barista gyo ane e tya kaik lakhi rahya hata………..i m hu pan gujrati rangbhumi ma kam karu chu….malish kadik….avjo ane avuj saras lakhta rehjo……nirav shah group….

  5. એની સુગંધે ક્યાં લગી જીવીશ તું?
    એક એક શ્વાસ માટે મરવાનું છોડ.

    તારી ભીનાશ એની સમજણની બહાર છે
    રૂંવે રૂંવેથી નીતરવાનું છોડ.

    વાહ!!! શા માટે માણસ બીજા પાસેથી પોતાના સ્વીકારની અપેક્ષા રાખતો હશે? હકીકત માં તો માણસે પોતાનો સ્વીકાર કરવો જોઇએ.. આપણામાંથી મોટા ભાગના આ વાત જાણે છે.. છતાં પણ પોતાની જાતને સમજાવી શક્તા નથી..(આ લખનાર પણ એમાંથી બાકાત નથી..)

    • તમારા મત સાથે ૧૦૦ ટકા સંમત થાઉ છું..મારી ટચુકડી રચના અહીં મુકુ છું…!

      નબળુ પાસુ જાણી લઈને પાછળના પડીએ
      આડા અવળા ઉભા થઈને આગળ બસ વધીએ
      ખુશી માટે જિંદગી છે ને ખુશી વ્હેંચી લઈએ
      રોનારા ભલે રુવે આપણે કદીએ ના રડીએ..!
      -રેખા શુક્લ(શિકાગો)

  6. Very nice one……
    તારી આંખોમાં તું ડૂબ હવે, ધીમેથી
    બીજાની આંખોમાં તરવાનું છોડ.

    Try to realize, understand inner OWN.

Leave a Reply to La'KANT Thakkar Cancel reply

Your email address will not be published. Required fields are marked *