સખીરી, હરિ વરસે તો પલળું – સંદીપ ભાટિયા

સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ
સ્વર : ઝરણા વ્યાસ
આલ્બમ : નિર્ઝરી નાદ

સ્વરાંકન : સુરેશ જોશી
સ્વર : રેખા ત્રિવેદી
આલ્બમ : સખી રી

સખીરી, હરિ વરસે તો પલળું
લખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું

હરિજ મારો ઊનાળો ને હરિ વાય તો ટાઢ
હરિથી આંખ્યું ભરીભરી ને હરિ વહે તે બાઢ

તુલસીદળ કે અશ્રુબિંદુ – હરિ નમાવે પલડું
સખીરી, હરિ વરસે તો પલળું

હરિ ધધખતા સ્મરણ, કલમ ને હરિ શાહી ને કાગળ
હરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટ્યા, હવે લખું શું આગળ ?

હરિ કનડતા ના વરસી – હું કોરી રહીને કનડું
સખીરી, હરિ વરસે તો પલળું

– સંદીપ ભાટિયા

23 replies on “સખીરી, હરિ વરસે તો પલળું – સંદીપ ભાટિયા”

  1. આ એટલી ભક્તિસભર પ્રાર્થના છે અને ઉપરથી બહુજ મધુર અને શાન્તસ્વરમા ગવાયેલ છે કે બસ સામ્ભળ્યા જ કરીએ . શ્રીમતી ઝરણાબહેનને ઘણા ઘણા ધન્યવાદ અને આભાર

  2. હરિજ મારો ઊનાળો ને હરિ વાય તો ટાઢ
    હરિથી આંખ્યું ભરીભરી ને હરિ વહે તે બાઢ

    સંપૂર્ણ શરણાગતીનો ભાવ – સાંગોપાંગ સુંદર રચના – ત્રિપુટીને ખૂબ અભિનંદન

    હરિ ધધખતા સ્મરણ, કલમ ને હરિ શાહી ને કાગળ
    હરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટ્યા, હવે લખું શું આગળ ?

  3. simply soul ful…….soothing……peaceful singing……divine composition…..excellent lyrics…….keep it up….god bless…..

  4. સરસ ભક્તિ ગીત, શબ્દો, સ્વરાંકન અને સગીત મનભાવન બની રહ્યુ, ઝરણાબેનને અભિનદન, આપનો આભાર..
    અવરનવર એમની રચનાઓ અમારા સુધી લઈ આવશો…………….

  5. દક્શેશ ધ્રુવનુ સ્વરાન્કન, ઝરણા વ્યાસનો સ્વર અને સન્દીપ ભાટિયાના શબ્દો આવો અદ્ભુત ત્રિવેણી સન્ગમ ક્વચિતજ થાય્ ખરેખર ગીત સામ્ભળવાની ખુબજ મઝા આવી.

  6. તુલસીદળ કે અશ્રુબિંદુ – હરિ નમાવે પલડું

    Can not express my feelings. Simply Wonderful.

  7. We were fortunate to meet Zarnaben in Mumbai at our home where she sang this as well as many more songs. We are addicted to her voice and listen all her songs daily. I have video of all her songs and wish to upload it one day. Thanks to Kshamaben Mehta to introduce us to Zarnaben & her husband Vijaybhai. For those who do not know – Zarnaben is from Manipur and married to Shree Vijaybhai from Kacch.

    • આપે ઝરણા બેન નો પરિચય આપ્યો તેનો અમોને ખૂબ જ આનંદ થયો ,મણિપુર ક્યાં આવ્યુ ? ગુજરાત, યુ.પી,બીહાર ,હરિયાણા કે પછી આસમ ? પ્રકાશ પાડો તો સારુ. ઝરણા બેન સરસ મજાનુ ગુજરાતી ગાઈ શકે છે એટલે ક્યા પ્રાંત ના છે તે જાણવાની તાલાવેલી છે.

  8. હરી વરસ્યા ? પલળ્યા ? જવાબ આપશો કવિ?
    આભાર.ઝરણા બહેનાને ખૂબ અભિનઁદન ! !

  9. How nicely she sings and clarity of words. she being Manipuri , how commanding she is in Gujarati. She is worth listening in live concert. She is a great teacher too. God Bless her.

  10. nice song. The singer deserves compliment for nice voice and composer and music director too-Dr.narayan patel Ahmedabd

  11. ખુબ જ સુન્દર સ્વર , સ્વરાન્કન અને શબ્દો……….. હરિ તરફ નો અતુટ પ્રેમ દર્શવવા કરેલી અનેરી કલ્પના કબીલે તારીફ છે.

Leave a Reply to B Cancel reply

Your email address will not be published. Required fields are marked *