દિલદાર છટા દૃગ અટક રહી – શ્રી કૃષ્ણાનંદ સ્વામી

કાલે શ્રી રાસબિહારી દેસાઇના કાર્યક્રમમાં એમણે જણાવ્યું હતુ, કે જ્યારે સર્વ ઇન્દ્રિયો કાન બને, ત્યારે સંગીત – સંગીત ન રહેતા સાધના બને છે… 
 
આજે એક એવી જ જુગલબંધી લઇને આવી છું…  સંગીત પોતે એક સાધના છે, અને જ્યારે એમાં ભક્તિરસ ભળે, ત્યારે એનો એક અલગ જ અંદાજ હોય છે…   ઉત્કૃષ્ટ સંગીત નિયોજનને જ્યારે આવો દિગ્ગજ સ્વર મળે છે, ત્યારે એ સાધના ન બને તો જ નવાઇ…!!

સંગીત : દિલિપ ધોળકિયા
સ્વર : આશિત – આલપ દેસાઇ  

દિલદાર છટા દૃગ અટક રહી,
નટવર હરિ પ્યારે સાંવરિયા…
 
તને સપેત (સફેદ) ધોતી પહેર લિયા,
કેસર ચંદન કી ખોર કિયા;
ધરે ફૂલ ગેંદ કર ગિરિધરિયા,
પચરંગી શિર પર પાઘરિયા… દિલદાર..

સોહત હૈ કમલ કલી અંખિયાં,
ગલે ફૂલ માલ પ્યારી નખિયાં;
કાજુ બાજૂ ગજરા ધરિયા,
મોતીન સેહરા મન ભાવરિયા… દિલદાર..

કાબિલ કામિલ રંગ રેલ પિયા,
નૈનન સે તન મન છીન લિયા;
હેરત હૈ રૂપ ઉજાગરિયા,
સિરદાર યાર નટ નાગરિયા… દિલદાર..

સબ રાજન કે રાજા વરિયા,
પ્રાનનહું સે પ્યારા કરિયા; 
ઔરન કું ઉરમેં ના ધરિયા
કૃષ્ણાનંદ સુખ સાગરિયા…. દિલદાર..

14 replies on “દિલદાર છટા દૃગ અટક રહી – શ્રી કૃષ્ણાનંદ સ્વામી”

  1. દિલિપભાઈ ના ઘણા એવા ગીતો છે મારી પાસે…… બધા જ મસ્ત…..

  2. જય સ્વામિનારાયન . . . અતિ ઉત્તમ . . .

    અન્તર – મન પાવન થઇ ગયુ. . .

    પ.પુ. પ્રમુખસ્વામિ મહારાજ ના આશિવાદ હોય તોજ આટલુ ભાવવાહિ પદ કોઇ ગાઇ શકે. . .

  3. We should take proud of our rich history for gujarati saint-poets. I think this bhakti pad was created more than 250-300 years ago and still we can feel freshness in it today! Thanks again!

  4. અદભુત રચના આલબમ નુ નામ “છબી જાદુ ગારી ” છે.

  5. એક્ેલ્લેન્ત ભજન ,સ્વામિનારાયન ના સન્ત નિ અદ્દ્ભુત રચના
    કવ્વાલિ ના મિજાજ મા……

  6. very nice bhajan

    I like your program. You are doing wonderful job. Please keep it up

    Rajendra
    Toronto, Canada

  7. શ્રી કૃષ્ણાનંદ સ્વામીની ઉચ્ચ વિચારધારા, ઉત્કૃષ્ટ સંગીત નિયોજન, અને દિગ્ગજ સ્વર જોડી મળી અને બની ગઇ એક શ્રેષ્ઠ રચના! મીરાં અને નરસિંહની યાદ અપાવે તેવી!
    શ્રી રાસબિહારી દેસાઇના કાર્યક્રમમાંની એકાદ રચના આપશો તો આનંદ થશે!

  8. આશિત -આલાપની ભક્તીરસમાં તરબોળ જુગલબંધી
    સબ રાજન કે રાજા વરિયા,
    પ્રાનનહું સે પ્યારા કરિયા;
    ઔરન કું ઉરમેં ના ધરિયા
    કૃષ્ણાનંદ સુખ સાગરિયા….
    દિલદાર.. વિભોર કરી દે
    એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
    આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.
    કાબિલ કામિલ રંગ રેલ પિયા,
    નૈનન સે તન મન છીન લિયા;
    હેરત હૈ રૂપ ઉજાગરિયા,
    સિરદાર યાર નટ નાગરિયા… દિલદાર.
    પ્રસન્નતા વ્યાપી જાય્
    રુખ઼ કા અસર હો રહા થા |
    જૈસે ઉસકે દિલદાર કા …
    બાત સુનકર મુખ કી
    બદલતી રંગ છટા સે ઉસકા

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *