આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં – મનસુખલાલ ઝવેરી

પ્રસ્તાવના – હરીન્દ્ર દવે
સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – નીનુ મઝુમદાર (?)

આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં ને
ગિરિવર ઘેરીને ઊભા આભને, હો જી.

શિખરો ખોવાણાં એનાં વાદળના વૃન્દમાં ને,
ખીણો ખોવાણી આછી ધુમ્મસે હો જી.

ઝરમર ઝીલ’તી ઝીણી જલની ઝંકોર જ્યારે,
સાચી યે સૃષ્ટિ ભાસી સોલણું, હો જી.

નાનકડું મારું જ્યારે મનડું ખોવાણું એમાં
જગ રે ખોવાણું જ્યારે સામટું, હો જી.

સાંપડિયો ત્યારે મારા આતમનો સાહ્યબો ને
થળથળ ઘેરી એ ઊભો આંખડી, હો જી.

ફૂલડાંની ફોરે એ તો ઘંટડે ઘૂંટાણો મારે,
રહ્યું જી પછી તો શું રે શોધવું, હો જી?

– મનસુખલાલ ઝવેરી

10 replies on “આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં – મનસુખલાલ ઝવેરી”

  1. khubaja sundar shabda racanaa ane shabda maadhrya sathe teni undi gahanataa varnavavi aghhri pade pan swar maadhurya etalu sundar chhe ke bhadhu bhulaavi dee.shu kahu…….

  2. નાનકડું મારું જ્યારે મનડું ખોવાણું એમાં
    જગ રે ખોવાણું જ્યારે સામટું, હો જી.

    Very nice!

  3. ત્રીજી કડીની બીજી લાઈનમા શબ્દ “સોલણુ” નહિ પરન્તુ “સોણલુ” હોવો જોઇએ.

  4. ADBHUT Sarjan ANE MEETHI VANSALADI levo madhuro Kaumudiben NO AVAJ,

    COSMOS CONSCIOUNESS ni Adbhut Anubhuti harendrabhai ni Bhumika Thi……

    Dhanya thai javayoo !!!

  5. ફૂલડાંની ફોરે એ તો ઘંટડે ઘૂંટાણો મારે,
    રહ્યું જી પછી તો શું રે શોધવું, હો જી?

    adbhut

  6. સરસ ગીત માણવા મળ્યુ, આભાર …………………………..

  7. બહુ સુંદર રચના અને કૌમુદીમુન્શીનો મીઠો સ્વર ,જાણે સોનામાં સુગંધ.
    તેમનું વર્ષો પહેલા ગાયેલું ગીત ” કેવો રંગ માણેક ને કેવો રંગ મોતિડા નો ”
    જો તમને મળે તો સાંભળવાની તીવ્ર ઈચ્છા છે.

Leave a Reply to Darsheet Cancel reply

Your email address will not be published. Required fields are marked *