ગાણું અધૂરું મેલ મા – ઉમાશંકર જોશી

ગાણું અધૂરું મેલ મા,
‘લ્યા વાલમા,
ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું o

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
‘લ્યા વાલમા,
ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું o

ઓરાં બોલાવી ધકેલ મા,
‘લ્યા વાલમા,
છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરું o

છાતીથી છેટાં મેલ મા,
‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા.
ગાણું અધૂરું મેલ મા.

– ઉમાશંકર જોશી

3 replies on “ગાણું અધૂરું મેલ મા – ઉમાશંકર જોશી”

 1. Maheshchandra Naik says:

  કવિશ્રી ઉમાશંકરને સલામ……………………

 2. Keyur says:

  લખવા ખાતર લખી છે કે શું???

  કવિ નું નામ તો બહુ મોટું છે…….

 3. સુન્દર રચના શેર કર્યા વગર ના રહી શકી…થેક્યું જયશ્રીબેન… માહ્યલો……..!!!

  ગાણે ગાણે ગવાણો છે માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
  પત્થર થૈને પુજાણો છે માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
  બાળ પાલવે ભરાણો છે માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
  શાલિગ્રામ થૈ મુકાણો છે માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
  ટહુકે ટહુકે વાં લુંટાણો છે માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
  વ્હાલ મબલક કમાણો છે માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
  અવસર પ્રગટે ટુક્ડા થૈ માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
  મનપાંચમ ના મેળામાં માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
  —-રેખા શુક્લ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *