ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે – ભારતી રાણે

SUN MOON

 

આંખના ને આભના બંને અલગ વરસાદ છે
કોણ ક્યારે કેટલું વરસ્યું હવે ક્યાં યાદ છે?

શોધવા નીકળો તમે ટહુકો અને ડૂસકું જડે
શક્યતાના દેશમાં પણ કેટલા અપવાદ છે!

સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું
ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે.

શબ્દની પેલી તરફ કોલાહલો કોલાહલો
મૌનની કંઇ આ તરફ કેવો અનાહત નાદ છે!

પર્ણથી મોતી ખર્યાની વાયકા ફેલાઇતી
વૃક્ષને તેથી પવન સામે હજી ફરિયાદ છે.

– ભારતી રાણે

20 replies on “ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે – ભારતી રાણે”

 1. ધવલ says:

  ઉત્તમ ગઝલ…

  સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું
  ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે.

  બહુ સરસ !

 2. pragnaju says:

  સરસ ગઝલ
  આ પંક્તીઓ ગમી જાય તેવી છે.
  સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું
  ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે.
  શબ્દની પેલી તરફ કોલાહલો કોલાહલો
  મૌનની કંઇ આ તરફ કેવો અનાહત નાદ છે!
  હંમણા જ ‘સંબંધોનું રસાયણશાસ્ત્ર’ અને ‘વિગીલેન્ડ પાર્ક’ માણી.બારડોલીના ડો.ભારતીબેન રાણેને, સ્નેહાંજલી કોમ્પલેક્ષમા મળવા જઈએ તો સાહીત્ય અને પ્રવાસની વાતો વધુ થાય!તેમના પુસ્તકો-ખાસ કરીને પ્રવાસ વર્ણનના પુસ્તકો મઝાના. આજે ગઝલ માણી આનંદ

 3. સુંદર ગઝલ… બધા જ શેર ગમી ગયા.. પણ શબ્દ-મૌન અને ચંદ્ર-સૂરજવાળી વાત સવિશેષ સ્પર્શી ગઈ…

 4. Pinki says:

  સરસ ગઝલ રજૂ કરી જયશ્રી……

  બધા જ શેર સરસ….!!

 5. સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું
  ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે.

  શબ્દની પેલી તરફ કોલાહલો કોલાહલો
  મૌનની કંઇ આ તરફ કેવો અનાહત નાદ છે!

  પર્ણથી મોતી ખર્યાની વાયકા ફેલાઇતી
  વૃક્ષને તેથી પવન સામે હજી ફરિયાદ છે.

  સુંદર ગઝલ … બધા જ શેર ગમ્યા .. અને આ ૩ ખાસ ગમ્યા ..

 6. કોનો આભાર માનુઁ જયશ્રીબેનનો કે જેણે આ સુંદર ગઝલનો પરીચય કરાવ્યો કે ભારતીબેનનો સુંદર ગઝલ રચવા માટે આભાર બન્નેનો

 7. sujata says:

  chandra,ratriye karelo surya no anuvaad chhe……bahuj saras !

 8. ankur says:

  ખુબ સરસ

 9. ankur says:

  ખુબ સરસ,ખુબ સરસ,ખુબ સરસ

 10. mukesh parikh says:

  એક થી એક ચઢીયાતા શેર….કોણે વખાણું અને કોણે બાકી રાખુ…
  રજુઆત બદલ ખૂબ ખૂબ આભાર…..

  ‘મુકેશ’

 11. manvant says:

  maunanee kai aa taraf !
  kevo anaahat naad chhe !

 12. kamlesh says:

  Nothing to say…..just 11 comments in A DAY says all about this blog. Even no audio…..Zaburdust response says everything.

 13. mitul says:

  ઓહો!!! બહોત ખોૂબ……..ક્યા બાત હૈ……

 14. harry says:

  પર્ણથી મોતી ખર્યાની વાયકા ફેલાઇતી
  વૃક્ષને તેથી પવન સામે હજી ફરિયાદ છે

  nice gazal and nice Sher.

 15. Pravin Shah says:

  ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે….
  એજ વાત અહીં આપેલ ચિત્ર પણ કહી જાય છે,
  વિચારોની સુંદર રજુઆત અને એને અનુરુપ ચિત્ર!
  આભાર!

 16. Maheshchandra Naik says:

  ડો. ભારતી રાણેને પ્રવાસ લેખક તરીકે માણ્યા હતા, આજે સરસ ગઝલકાર તરીકે આનદ લેવાનો અવસર આપવા બદલ આભાર ,
  સ્વપન મારી પાસે ઘણુ કહી જાય છે એ વાત વિચારણામા માગી લે છે……………….

 17. sonal thakker says:

  પાંખ બિડી નીડમાં રહેજે સજગ વરસાદ છે,
  હેલીએ ઝુલે તરુ..સાંભળ ખગ વરસાદ છે!

 18. manoj says:

  માત્ર એક જ શબ્દ સુન્દર

 19. Narendra Gor says:

  ખુબજ સુંદર
  સુર્ય ના પ્રકાશને ચન્દ્ર પરાવર્તિત કરે છે એમ ભણ્યા છીએ પણ એ ચાંદની અનુવાદ છે એ જાણી માણી ખુબ સુંદર અનુભૂતિ થઈ

  નરેન્દ્ર ગોર “સાગર”

 20. Sandhya Bhatt says:

  શેરિયતથી ભરપૂર….ક્યા બાત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *