ખદુક, ઘોડા, ખદુક ! – રમણલાલ સોની

ખદુક, ઘોડા, ખદુક !
ખદુક, ઘોડા, ખદુક !

ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળજંગલમાં એવો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

એક કહેતામાં અમદાવાદ ને બે કહેતામાં બમ્બઈ,
ત્રણ કહેતામાં ઘેરે પાછો આવે ખબરું લઈ !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

માગે એ ના ખાવું પીવું, માગે એ ના ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

જાય ટપી એ ખેતરપાદર, જાય ટપી એ ડુંગર,
માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

ઓળખી લો આ ઘોડાને, ને ઓળખી લો અસવાર,
જાઓ ઊપડી દેશ જીતવા, આજે છે દિત વાર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

-રમણલાલ સોની

(આભાર – લયસ્તરો)

5 replies on “ખદુક, ઘોડા, ખદુક ! – રમણલાલ સોની”

 1. dhirendra nagardas says:

  નરેન્દ્ર મોદ્ય ન એ અનુરુપ ખુબજ સુન્દર ચ્હે નમો વિસે ખુ લખો.

 2. Shah Madhusudan Chandulal says:

  બાળપણ યાદ આવ્યું

 3. B.J. Patel says:

  ચિત્ત

 4. ઓળખી લો આ ઘોડાને, ને ઓળખી લો અસવાર,
  જાઓ ઊપડી દેશ જીતવા, આજે છે દિત વાર !
  ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *