કોણ લઇ ગયું? – મરીઝ

road without destination

મરવાનો છે પ્રસંગ અને જીવી રહ્યો છું હું,
મારા નસીબમાંથી કઝા કોણ લઇ ગયું?

આંસુ ને શ્વાસ એક હતા- સંકલિત હતા,
વ્યાપક હતી તે આબોહવા કોણ લઇ ગયું?

સુખમાં હવે તો થાય છે ઈર્ષા અરસ-પરસ
દુ:ખમાં થતી હતી તે વ્યથા કોણ લઇ ગયું?

જે જે હતા પ્રવાસ રઝળપાટ થઇ ગયા,
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઇ ગયું?

જા જઇ ‘મરીઝ’ પૂછ ‘ઝફર’ ના મઝારને,
કહેશે તને બધું કે ભલા કોણ લઇ ગયું?

5 thoughts on “કોણ લઇ ગયું? – મરીઝ

 1. વિવેક ટેલર

  મરીઝની સુંદર રચના… મત્લાનો અભાવ… એ જમાનામાં જોકે ઘણા શાયરોએ મત્લા વિનાની ગઝલો લખી છે…

  Reply
 2. jayesh upadhyaya

  જે જે હતા પ્રવાસ રઝળપાટ થઇ ગયા,
  રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઇ ગયું?
  સરસ શેર

  Reply
 3. Pravin Shah

  રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઇ ગયું?…….
  એક સુંદર ગઝલ!
  એક એકથી ચઢીયાતા શેર છે. દરેક શેર ગઝલનો એક નવો જ મિજાજ રજુ કરે છે.
  આભાર!

  Reply
 4. mukesh parikh

  અવ્વલ હરોળ ના ગઝલકાર ની અવ્વલ ગઝલ…
  આથી વધુ શું લખી શકાય?

  Reply
 5. pragnaju

  જે જે હતા પ્રવાસ રઝળપાટ થઇ ગયા,
  રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઇ ગયું?
  જા જઇ ‘મરીઝ’ પૂછ ‘ઝફર’ ના મઝારને,
  કહેશે તને બધું કે ભલા કોણ લઇ ગયું?
  વાહ્
  ઝફરની શાયરી ઇશ્કેમિજાજી અને ઇશ્કેહકીકી એમ બંને તત્ત્વોથી ભરપૂર છે.ઝફરનો એક વિખ્યાત શે’ર’ એમના સૂફી મિજાજને વેધક રીતે વ્યક્ત કરે છે.
  યા મુઝે અફસરે- શાહાના બનાયા હોતા,
  યા મેરા તાજ ગદાયાના બનાયા હોતા,
  અપના દીવાના બનાયા મુઝે હોતા તુને,
  ક્યોં ખિરદમંદ બનાયા? ના બનાયા હોતા
  સૂફીઓની મહેફિલોમાં ઝફરની ગઝલો ખૂબ જ આદરપૂર્વક પઢવામાં આવે છે.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *