‘શબ્દો છે શ્વાસ મારા’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી 2011નું ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું પારિતોષિક

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું વર્ષ 2011 માટેનું પારિતોષિક વિવેકના પ્રથમ ગઝલસંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ને મળ્યું છે. સુરત ખાતે યોજાયેલા પરિષદના 27મા જ્ઞાનસત્રમાં પ્રમુખશ્રી વર્ષા અડાલજાના હસ્તે આ પારિતોષિક એનાયત થયું.

આપણા સર્વ તરફથી કવિ મિત્ર વિવેકને હાર્દિક શુભેચ્છાઓ..!! સાથે આજે માણીએ વિવેકનું આ મઝાનું વરસાદી ગીત..! અમારા કેલિકોર્નિયામાં ચોમાસું બરાબર બેઠું છે – તો એ જ બહાને તમે પણ આ ગીત થકી વરસાદ માણો..!! 🙂

P7117250
(લીલી ચાદર…                             ….ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦   Photo: Vivek Tailor)

*

અંદર ક્યાંક ધરબીને રાખેલું ગીત જેમ નીકળી પડે રે વાતવાતમાં,
એમ વાદળો અથડાય છે આકાશમાં,
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

ઓગળતી ઓગળતી ઓગળતી જાય જાત
અંદર-બાહર બધ્ધું જ તરબોળ;
ભીતરના ચમકારે ભીંજાતી પળપળને
પ્રોવી, પ્રોવામાં થાઉં ઓળઘોળ
સાત સાત રંગ પડે ઝાંખા એમ આભમાં તેજ થઈ ઝળહળીએ, વા’લમા !
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

હોવાની હોડીને તરતી મેલીને
ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાં
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૦)

22 replies on “‘શબ્દો છે શ્વાસ મારા’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી 2011નું ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું પારિતોષિક”

 1. Mamta Pandya says:

  CONGRATULATIONS!!!!!! to my dearest brother.So proud of you .This is just the beginning ,I can see many more of this coming your way.ALL THE BEST for all of them

 2. Maheshchandra Naik says:

  ડો. વિવેક્ભાઈને અભિનદન…………………………

 3. વિવેકભાઇ
  ખુબ ખુબ અભિન્દ્દદન્

 4. Baarin Dixit says:

  આભિનન્દન ખુબ ખુબ અભિનન્દન

 5. yogesh bhatt says:

  હાર્દિક અભિનન્દન અને વધુ સર્જનાત્મક કાર્ય કરતા રહે

 6. Rina says:

  હોવાની હોડીને તરતી મેલીને
  ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
  વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
  ભીંજાવું કેવળ સંગાથમાં
  ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
  ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

  Beautiful……

 7. Ramesh Damor says:

  અભિન’દન

 8. chandrika says:

  ખુબ ખુબ અભિનંદન વિવેકને .જ્યારે જ્યારે હું તેની લખેલી ગઝલ વાચું છું ત્યારે મને તેની ગઝલ કે ગીત લખવાની પ્રતિભા પ્રત્યે ખુબ જ માન થાય છે.

 9. ખુબ ખુબ અભિનદન વિવેક્જી ને !

 10. Pinakin P. Goradia says:

  Vivekbhaine Khoob Khoob Abhinandan ane shubhechha.

  Goradia Parivar.

 11. jadavji k vora says:

  વિવેકભાઇ, હ્યદયથી અભિનંદન….

 12. સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

 13. Sudhir Patel says:

  ફરી એકવાર વિવેક્ભાઈને અભિનંદન!
  સુંદર ગીત!
  સુધીર પટેલ.

 14. mili kamlesh says:

  Congratulations 🙂

 15. Kalpana says:

  શબ્દોને સીમા છે, અભિનન્દન. ડૉક્ટર થઈ ડબલ રોલ કરો છો, એ પણ આટલા ઉંડાણથી! ખૂબ ગૌરવ થાય છે તમને ભાઈ કહેતા.

 16. gita c kansara says:

  અભિનન્દન્. અનેકાનેક શુભકામના સાથે………

 17. આભાર, મિત્રો !

 18. kaushik mehta says:

  hearty congratulation

 19. kaushik mehta says:

  Lovely and excellant

 20. સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….

 21. vijay sevak says:

  ‘હોવાની હોડી…..’ સરસ રચના. અભિનંદન…

 22. Ketan says:

  વિવેક્ભાઈને ખુબ ખુબ અભિનન્દન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *