હું તો સપનાં ખેડું ! – બકુલેશ દેસાઇ

parvat 

પાંપણને સરનામે આવ્યું રેશમ તેડું !
ના પર્વત ના સાગર… હું તો સપનાં ખેડું !

ઊંડે ઊંડે એ દ્રશ્યે મૂળિયાં છે નાખ્યાં,
ગામ, કૂવો, પનિહારી, ગીતો…. છલકે બેડું

શ્વાસ – સજાવ્યા છે ને આ ઇજન પણ આપ્યું,
તું આવે તો યાદોના હું આંબા વેડું

‘હાલ-હમણાં’, ના ગોકીરાથી ત્રસ્ત નથી હું,
મોકો શોધી ગઇ – ગુજરીની સિતાર છેડું!

બોલો, ક્યાંથી ભાળ મળે મુજ મુગ્ધ પળોની?!
બે ડગલાં, મારાથી આગળ છે ભાગેડું!

રોજ કળણમાં ઊંડે ખૂંપું છું પ્રશ્નોનાં,
થાય મને : સ્વજનોનું આ ‘ઋણ’ (?) ક્યારે ફેડું?

‘બકુલેશ’ સદા દિલ્હી તુજ આઘે ને આઘે,
જીરણ, જર્જર વાહન, મારગ ને હાંકેડુ.

7 replies on “હું તો સપનાં ખેડું ! – બકુલેશ દેસાઇ”

  1. સુંદર ગઝલ… કાફિયાઓ જોઈને આનંદ થઈ ગયો… એકાદ ગઝલ ખાસ આ ‘વેડું’ કાફિયાના માનમાં પણ મારે લખવી જ પડશે… વાહ, કવિ ! ગઝલ અને કાફિયાઓનું નાવીન્ય જોઈ મજા પડી ગઈ…

  2. સપનાના ખેડનાર એવા ગરવા ગુજરાતીની કલમ પર આફ્રીન!!
    ખૂબ સુંદર ભાવ અને શબ્દોની અનોખી જુગલબંધી.

  3. sorry i typed in a wrong manner thnx all 4 sendin comments. it was written a decade back in a new style popular then… but i njoyed writting xpressin in a novel way….

  4. તુઁ આવે તો યાદોના આઁબા વેડુઁ !…વાહ ભૈ વાહ !

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *