પ્રસન્નના ઈસુને જોતાં – મકરંદ દવે

વેદના તેં કહે, કેમ પીધી?
શ્વેત અસ્થિ સુધી જાય સીધી
અને સર્વ શોષી જતા ઝેરને ઘૂંટડે ઘૂંટડે
ભીતરેથી તને શું જડે?

દ્રષ્ટિ તારી નિમીલિત હજી જેમ ઊંડે સરે
તાગતી, એક પછી એક નિજના સ્તરે
તરવરી ઊઠતું ધવલ ત્યાં ફીણમોજાં સમું
કૈંક, ને ગાઢ, ખડકાળ અંધાર ઘેરે તને કારમું
બંદીખાનું રચાતું બધે
ભીંસ પળ પળ વધે

ઊજળી અચળ ત્યાં તેજદાંડી બની
કૈંક ઠરતું ચહેરા પરે તુજ, નરી ધૂળની
યાતનાઘોર આંધી શમે
ચાંદની હેતભીની ઝમે.

– મકરંદ દવે (December 25, 1983)

(અમેરિકાનિવાસી ચિત્રકાર પ્રસન્નએ દોરેલી ઈસુની છબિ જોઈને…)

2 replies on “પ્રસન્નના ઈસુને જોતાં – મકરંદ દવે”

  1. વાહ સાચુ જ કહ્યુ કે…

    માણસાઈએ પછી ટોળે વળી
    પથ્થરોથી પુષ્પને ઘાયલ કર્યું….

  2. પ્રેમનું એક પૂંજ આજે અવતર્યું
    લાગણીનું ફૂલ આભેથી ખર્યું
    માણસાઈએ પછી ટોળે વળી
    પથ્થરોથી પુષ્પને ઘાયલ કર્યું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *