એક ચા મંગાવ – નયન દેસાઈ

અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ

એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ

હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ

શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ

આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ

ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ

– નયન દેસાઈ

5 replies on “એક ચા મંગાવ – નયન દેસાઈ”

 1. સંવેદનશીલતાનો અંચળો ફેરીને ફર્યા કરતાં આપણે સહુ બહુધા આપણી આજુબાજુ બનતી ઘટનાઓ પ્રત્યે ભીષ્મની સ્થિતપ્રજ્ઞતા જ સેવતા હોઈએ છીએ. ઘટના કોઈ પણ હોય આપણો પ્રતિભાવ એક-બે દિવસ અને ક્યારેક એક-બે અઠવાડિયા કે જવલ્લે જ મહિનાભર લંબાતો હોય છે… બોફોર્સ કૌભાંડ હોય કે ભોપાલ કાંડ, ઘાસચારાનું ભોપાળું હોય કે ગોધરાનો ટ્રેનકાંડ – આપણે થોડી જ વારમાં સહજ થઈ જતાં હોઈએ છીએ. દુનિયાનું જે થવું હોય એ થાય.. તું તારે ચા મંગાવ ને!

 2. chandrika says:

  વિવેક્ભાઈ એ ખુબ જ સુંદર રીતે આપણી આ નિશ્ક્રિયતા ના બારામાં કહી દિધું.ધારદાર કાવ્ય,

 3. અફવાથી ભરેલું છાપું ,તરસી નદી ,મૂર્છિત શહર ચડ્ડી બનીયન ધારી ટોળું ,
  બધાને સાથમાં રાખીને તમે મંગાવેલી ચા……………..
  અદભુત રચના …. માનનીય નયનભાઈ તમારી આ નવી રચના માટે તમને સલામ
  અને હા .. તમારી પ્રખ્યાત રચના ” ચકલી ” અને સ્વીટી Tahuka .com
  મુકશો તો અમને વાચવાની મઝા આવશે..

  યોગેશ શુક્લ.. Collingwood .. Canada ..

 4. bharati bhatt says:

  nayanbhai chayne jara sukhad avasaroma mangavi hotato chani lijjata manvani or maja aavat.cha vadhre swadist,masaledar banat.pan kantalelanenavu jomto jarur aape chhe.gamyu.sundar chhe.hindi filmani”eak garam chayki pyali” pan sundar chhe.bhulchuk maff karsho.vandan.

 5. gita c kansara says:

  અદભુત રચના.મજા આવેી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *