તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને? – વિવેક કાણે ‘સહજ’

કવિ વિવેક કાણે ‘સહજ’ની એક ગઝલ – એમના જ અવાજમાં..!!  

તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને?
સંકેલો છો જે સ્વપ્ન,એ ભીનું તો નથી ને?

આ મોડસઓપરેંડી તો એની જ છે નક્કી
હથિયાર કતલનું જુઓ, પીછું તો નથી ને?

સરખું છે અમારું કે તમારું કે બધાનું,
દુ:ખોનું તપાસો, કોઇ બીબું તો નથી ને ?

નીકળ્યા જ કરે નિત્ય નવાં સ્વપ્નો નિરંતર
પલકોંની પછીતે કોઇ ખીસ્સું તો નથી ને ?

જન્મ્યા અને જીવ્યા ને પછી મોતને ભેટ્યા
આયુષ્ય ‘સહજ’ એટલું સીધું તો નથી ને?

9 replies on “તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને? – વિવેક કાણે ‘સહજ’”

 1. pragnaju says:

  કવિ વિવેક કાણે ‘સહજ’ની ગઝલ –
  એમના જ સહજ અવાજમાં!
  સરસ
  આ મોડસઓપરેંડી તો એની જ છે નક્કી
  હથિયાર કતલનું જુઓ, પીછું તો નથી ને?
  વાહ્ન
  ાને મક્તા
  જન્મ્યા અને જીવ્યા ને પછી મોતને ભેટ્યા
  આયુષ્ય ‘સહજ’ એટલું સીધું તો નથી ને?
  ખૂબ સરસ

 2. એકેએક શેર લા-જવાબ … ખીસામાંથી અવિરત સ્વપ્નો નીકળ્યા કરવાની વાત ખુબ ગમી !! 🙂

 3. ઘણા સમય પહેલાં આ ગઝલ વિવેક કાણેએ ફોન પર સંભળાવી હતી ત્યારે સાંભળતા-સાંભળતા જ એક કાગળ પર લખી દીધી હતી. સમયના વહેણમાં એ કાગળ ક્યાંક ખોવાઈ ગયો અને એ ગઝલ લયસ્તરો પર મૂકી ન શકાઈ. આજે સવારે જ જૂની ગઝલોની હસ્તપ્રત સ્કેન કરવા બેઠો ત્યારે ફાઈલમાંથી આ ગઝલનું કાગળ સરી પડ્યું અને આજે નેટ પર બેઠો ત્યારે ટહુકો પર આ ગઝલ જ વાંચવા-સાંભળવા મળી ગઈ… વિવેકભાઈ સાથે થયેલી જૂની વાતો તાજી થઈ ગઈ…

  આભાર, જયશ્રી…

  સુંદર ગઝલ, વિવેકભાઈ…

 4. manvant says:

  ખરેખર આયુષ્ય ધાર્યા જેટલું સરળ કે સહજ તો નથી જ !

 5. Pinki says:

  દરેક શેર સુંદર……..
  ખૂબ મજા આવી !!

 6. Keyur Patel says:

  એક જ શબ્દ કાફી છે આ ગઝલ માટેઃ

  લાજવાબ !!!!!

  વાચીને અંતર ખુશ થઈ ગયું – ને સાંભળીને દિલ ખુશ થઈ ગયું. વાહ …….

 7. AJay Vyas says:

  ક્યા બાત હૈ !

 8. મઝાની ગઝલ. ફરીવાર આજે વાંચી.

 9. shah jignesh says:

  khub saras

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *