સામસામે આવીએ તો ફફડે બે હોઠ – વંચિત કુકમાવાલા

સ્વર : પ્રીતિ ગજ્જર, ભાસ્કર શુક્લ
સંગીત : ડો. ભરત પટેલ
sam-same.jpg

.

સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.

આખું આકાશ એક બટકેલી ડાળ પર લીલેરી કુંપળ થઇ ફૂટે
છાતીમાં સંઘરેલ સાત-સાત દરિયાઓ પરપોટા જેમ પછી ફૂટે
ધોમધોમ તડકામાં પાસપાસે ચાલીએ તો લાગે કે ભીંજાતા હોઇએ…
… બોલવાનું સાનભાન ખોઇએ.
સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ.

સાવ રે સભાનતાથી સાચવેલું ભાન અહીં યાદોમાં ધૂળધૂળ થાતું,
ડેલીબંધ બેઠેલા હોઇએ છતાંય કોઇ આવીને સાવ લૂંટી જાતું,
પૂરબહાર હસવાની મૌસમમાં કોઇવાર ઓચિંતા અંદરથી રોઇએ..
… બોલવાનું સાનભાન ખોઇએ.

સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.

23 replies on “સામસામે આવીએ તો ફફડે બે હોઠ – વંચિત કુકમાવાલા”

  1. સુગમ સંગીતની ઉત્તમ રચના સાંભળવા મળી શબ્દમાં કાવ્યનું પ્રગટવું સૂરનું ભળવું આ બેનો સમનવય એટલે આ રચના સ્વરાંકન કર્ણપ્રિય અને હ્રદયને ગહન સ્પર્શી ગયું

  2. beautiful..those people are lucky who had experinced this wonderful felling of this premgeet.Thanks to Tahuko for posting .

  3. ….સાવ રે સભાનતાથી સાચવેલું ભાન અહીં યાદોમાં ધૂળધૂળ થાતું,
    ડેલીબંધ બેઠેલા હોઇએ છતાંય કોઇ આવીને સાવ લૂંટી જાતું,
    પૂરબહાર હસવાની મૌસમમાં કોઇવાર ઓચિંતા અંદરથી રોઇએ..
    … બોલવાનું સાનભાન ખોઇએ…

    my favorite lines…..

  4. અદ્ભુભુત રચના,,પેહ્લ્લો પ્રેમ યાદ આવિ જાય્.

  5. વન્ચિત્ ખુબ જ સુન્દર રચના અદભુત્……………
    GREAT…….. IT’S A ONE OF THE BEST LOVE SONG

  6. વન્ચિત્ ખુબ જ સુન્દર રચના અદભુત્……………
    GREAT…….. IT’S A ONE OF THE BEST LOVE SONG

  7. મસ્ત પ્રણયગીત..દિવસને મદમસ્ત બનાવી દે તેવુ….

    My all time favorite……

  8. શબ્દો તમે એકાંતમાં તો હૈયું ખોલો !
    એક અહેસાસ છે મારો પ્રિયતમ !
    તેનેય તમે શબ્દોથી કાં તોળો ?
    તમે શું જાણો વિરહની વેદનાં !
    નહીંતર તેનાં તરફી ના બોલો !
    અધરામૃતનું પાન કરવા
    તમે જ છાનામાના ગ્યાતા !
    ભૂલી જઈ સાનભાન તમારું !
    બંસીનાં સૂર બનીને વહ્યાંતાં !
    એકવાર ખોલી નાંખો હૈયું તમારું
    આમ અશ્રુ બનીને કાં ટપકો ?
    શબ્દો તમે એકાંતમાં તો કંઈ બોલો સુન્દર ગીત્… કર્ણપ્રિય ગાયકિ…

  9. vanchit kukmavala ne ABHINANANDAN.Kavi Vanchit nathi pan lagnithi sanchit chhe.Tena Bija Kavya sangrah APARN VRUX mate pan Abhinandan.-VINOD OZA Anjar

  10. ઉત્કટ પ્રેમભવનાને બેખુબી વર્ણવી છે.

    My favorite song…

  11. પ્રીતિ ગજ્જર, ભાસ્કર શુક્લ ના સ્વ્રર્ મા વ્યક્ત થતી..પ્રેમ ની ઊત્ક્ટ્તા……જિદગી… ઝણઝ્ણી ગઈ….

    ધોમધોમ તડકામાં ….પાસપાસે ચાલીએ…. તો લાગે કે…. ભીંજાતા હોઇએ…
    અરે દોસ્તો….ભીજાઈ ગયા…પ્રેમ ની ઊત્ક્ટ્તા….

    સામસામે આવીએ તો ફફડે બે હોઠ….. પછી…. બોલવાનું સાનભાન ખોઇએ,
    બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ…….. ને બે’ક ઘડી લાગે ન હોઇએ. બેમિસાલ્…બેમિસાલ્….

    ડેલીબંધ બેઠેલા હોઇએ છતાંય …..કોઇ આવીને સાવ લૂંટી જાતું,
    પૂરબહાર હસવાની મૌસમમાં . . . કોઇવાર ઓચિંતા . . . અંદરથી રોઇએ. આફ્રિન ,,,,,,,,,,આફ્રિન ન્

  12. સાવ રે સભાનતાથી સાચવેલું ભાન અહીં યાદોમાં ધૂળધૂળ થાતું,
    ડેલીબંધ બેઠેલા હોઇએ છતાંય કોઇ આવીને સાવ લૂંટી જાતું,
    પૂરબહાર હસવાની મૌસમમાં કોઇવાર ઓચિંતા અંદરથી રોઇએ..

    સરળ રચનાને સુગમ સંગીત વળી સુંદર કંઠ…શુ કહેવુ???

  13. ઘણા સમય પછિ એક સારુ સુગમ ગીત અને સુન્દર શબ્દૉ નો સુભગ સમન્વય નવા કલાકારૉ નો ખુબ સુન્દર અવાજ

  14. સાવ રે સભાનતાથી સાચવેલું ભાન અહીં યાદોમાં ધૂળધૂળ થાતું,
    ડેલીબંધ બેઠેલા હોઇએ છતાંય કોઇ આવીને સાવ લૂંટી જાતું,
    પૂરબહાર હસવાની મૌસમમાં કોઇવાર ઓચિંતા અંદરથી રોઇએ..
    … બોલવાનું સાનભાન ખોઇએ.
    સુંદર!

Leave a Reply to Mehmood Cancel reply

Your email address will not be published. Required fields are marked *