કોઇ ગઝલના ગિરનારી ગઢ – અનિલ જોશી

કોઇ ગઝલના ગિરનારી ગઢ કોઇ ગીતના ગઢવી છે.
પોપટલાલને ભગવદ્ ગીતા તરન્નુમમાં પઢવી છે.

કોયલ ટહુકે આંબાડાળે, દાદ નહિ ફરિયાદ,
ચકલીબાઈથી ચીં.. થઇ જાય તો આભ કહે ઈર્શાદ
માટીની સોડમને તારે કાગળિયામાં મઢવી છે?

સંત કબીરની કહી ગયા તે વાત બહુ અલગારી છે,
દોરાધાગા કરવા કરતાં ચાદર વણવી સારી છે.
આ તે કેવી મેડી છે જે વગર પગથિયે ચડવી છે?

કોઇ ગઝલના ગિરનારી ગઢ કોઇ ગીતના ગઢવી છે.
પોપટલાલને ભગવદ્ ગીતા તરન્નુમમાં પઢવી છે.

– અનિલ જોશી

2 replies on “કોઇ ગઝલના ગિરનારી ગઢ – અનિલ જોશી”

  1. chhaya says:

    માણસ આડંબર માં રાચે છે ,પશુ ,પક્ષી કુદરતી જીવન જીવે છે

  2. વાહ!! વાહ!!
    આ રચનામા કબીર સાહેબની સુઝને આવરીલેતા,૨૧મી સદીમા અંધ્ધશ્રધ્ધામા રાચનારા-ચલાવનારાને લપડાક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *