હોય વ્યવહાર તો કાલનું રાખીએ – હેમેન શાહ

અશ્રુ એકાદ ખુશહાલનું રાખીએ,
માન થોડુંક રૂમાલનું રાખીએ.

ક્રોધનું કહેણ કાલે ભલે માનશું,
વેણ આજે તો બસ વ્હાલનું રાખીએ.

સૂર્ય-તારા-ગ્રહો, વૃક્ષ-જળ-પંખીઓ,
ધ્યાન ક્યાં કોની હિલચાલનું રાખીએ?

એકતારો ને કરતાલ હો હાથમાં,
ગીત મજનૂ કે મહિવાલનું રાખીએ.

કાવ્યની વાત કરવી છે? બેસો, કરો,
હોય વ્યવહાર તો કાલનું રાખીએ.

– હેમેન શાહ

5 replies on “હોય વ્યવહાર તો કાલનું રાખીએ – હેમેન શાહ”

  1. I have recently registered with Tahuko I am in Mumbai, India based and 68 + and not IT Savey
    I am indeed amazed and impressed that seating in USA you have such tremendous Gujrati KHAJANO and deep interest

    I was wondering whether we can take up project of having print version of selected items say every six months

    Warm Regards
    Dharamdas S Goradia
    +91 98203 79131

  2. વેણ આજે તો બસ વહાલનુ રાખીએ
    જીવનમા પણ સૌ પ્રત્યે વહાલ રાખવાની જ અગત્યતા છે ને ?????????????????????????????????

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *