કમ સે કમ આટલું તો થાય… – અનિલ ચાવડા

.

કમ સે કમ આટલું તો થાય,
પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.

આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી,
ટહુકાની ઝેરોક્ષો થાય નહિ એને તો ઘટ ઘટ પીવાય સાવ કાનથી;
ખીલે એકાદ પળ કૂંપળની જેમ તો એ કૂંપળને મબલખ જીવાય.
કમ સે કમ આટલું તો થાય…

માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના આ પડછાયા પૂજવાના કેમ ?
કોઈનાય ઘાસ ઉપર ઝાકળનો હાથફેરો કરવો શું સૂરજની જેમ !
ભીતરથી કાળઝાળ બળતું હો કોઈ એને મીઠેરું સ્મિત તો અપાય.
કમ સે કમ આટલું તો થાય…

– અનિલ ચાવડા

14 replies on “કમ સે કમ આટલું તો થાય… – અનિલ ચાવડા”

  1. ખુબ જ સરસ.
    કમ સે કમ આટ્લુ કરી શકાય તો જીવન સાર્થક થાય.
    સુન્દર વીચારો વ્યક્ત કરી શક્યા છો.
    અભીનન્દન.

  2. પ્રિય જયશ્રીબેન ઉપરની કવિતામાં પાંચમી પંક્તિમાં ટાઈપભૂલ રહી ગઈ છે, તે સુધારી લેશો પ્લીજ…

    સાચી પંક્તિ આ મુજબ છે.

    ખીલે એકાદ પળ કૂંપળની જેમ તો એ કૂંપળને મબલખ જીવાય.

  3. જયશ્રીબેન,

    આપે ટહુકો.કોમ પર મારી કવિતા મૂકી અનેક ભાવકો સુધી પહોંચાડી આપી તે બદલ હું આપનો આભારી છું.

  4. કમ સે કમ આટલું તો થાય-કે કવિતા વાંચી ને ગમી તો તેના થોડા વખાણ તો થાય!ખુબ જ સુંદર ગઝલ (કે કવિતા).

  5. અનિલ ચાવડાની આ કવિતા અને એમનુ કાવ્યપઠન ખુબજ સુન્દર. અભિનન્દન.

  6. વાહ્ કવિએ દિલની વાત કહી.

    કમસે કમ,
    ટહુકો દરરોજ,
    જો પિવડાવાય્.

  7. શબ્દો ભલે : કવિશ્રી અનીલ ચાવડાના છે ,પણ બે ભાવ-લાગણીઓ મારી છે આમાં !

    કોઈ આપણ ને સ્મરી ‘ કંઈક ‘કહે…પૂછે…તો કમસે કમ… સ્મિત /હોંકારો,પ્રતિભાવ ..

    ” ભલે/ઠીક/સરસ …આમ નહિ તેમ…” કાંક તો ….આવવું ઘટે…અંદરથી તે

    એનો પૂરાવો છે… એમ હું માનું…

    એજ જીવંત તાની …બાય-પ્રોડક્ટ તે ” અનુભૂતિ “=મ્હાણ ! જે માણી-જાણી…એહસાસ અંકે

    કરી લેવાનો હોય…[ભીતર રેકોર્ર્ડીગ થઇ જાય…] જાણે પ્યાસાને શીતલ જલના ઘૂંટડા પછી

    થાય તે એહસાસ ! નાનકડી એકાદ પળની ખુશી પણ …મળે તેણી કદર કરવી ઘટે નહીં ?

    જયશ્રીબેન નો ” ટહુકો ” આવી રસલ્હાણ કરવી ગઈ….આભાર

  8. ટહુકાની ઝેરોક્ષની કલ્પના ઘણી સુન્દર !….ઘટ ઘટ ની જગ્યાએ ગટ ગટ પીવાય હોઈ શકે ?
    અભિનન્દન

    વિહાર મજમુદાર વડોદરા

Leave a Reply to urvashi parekh Cancel reply

Your email address will not be published. Required fields are marked *