ટેવ છે – મુકેશ જોષી

આજે આલાપ દેસાઇનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ એકદમ મઝાનું એક ગીત….!!

સ્વર / સંગીત – આલાપ દેસાઇ
આલબ્મ – ગઝલ TRIO

ટેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે
ખુશ થશે તો પ્રેમનું આકાશ આખું ઢોળશે

નામ ઇશ્વરનું ખરેખર યાદ ક્યાં છે કોઇને?
પૂછશો તો મંદિરોના નામ કડકડ બોલશે

ઓ મદારી દૂધ શાને પાય છે તું નાગને?
તું મલાઇ આપશે તો માણસો પણ ડોલશે

– મુકેશ જોષી

6 replies on “ટેવ છે – મુકેશ જોષી”

  1. જન્મદિન મુબારક .આપને અને આપનાઁ માતાપિતાને પણ પ્રણામ !
    સરસ રાગે સરસ ગવાયેલુઁ ગેીત કોને ના ગમે ?…આભાર !

  2. આલાપ આપના સ્વરમા આ રચના સામભલ્યા બાદ એવુ મહેસુસ થયુ કે તમને વારમ વાર સામભલવાનિ આદત પઙિ જશે.

  3. સન્ગિત સરસ છે, પણ સન્દેશ મા મને દમ ન લાગ્યો.

    “ઓ મદારી દૂધ શાને પાય છે તું નાગને?
    તું મલાઇ આપશે તો માણસો પણ ડોલશે”

    એ ગરિબ મદારિઓ નાગ નો ખેલ કરિને પેટ ભરે છે.
    હવે એ બધા ખુશ થઈ ને ડોલિ જાય એવુ થાય તો સારુ.

    જય શ્રી ક્રિશ્ન !
    સુરેશ વ્યાસ

Leave a Reply to Suresh Vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *