તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું – કૈલાસ પંડિત

અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે

સ્વર – સંગીત : મનહર ઉધાસ

sad eyews

.

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?

– કૈલાસ પંડિત

17 replies on “તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું – કૈલાસ પંડિત”

  1. કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
    ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?
    બહુ સરસ !!!!!!!

  2. શબ્દો ના જાદુગર હતા,કૈલાસ.
    I have read many poets including.. but he was powerful in
    his “Rupak” alankars. He should be remembered as
    he was not from gujarat by Birth. But I think
    Gujarati was in his vein..
    May all do not revere or remember but I do.
    Jayashreeben.. thanx a lot to put this gazal.

  3. Agreed to shri Jaybhai(who has commented just above)
    Simply superb creation of shri Kailas Panditjee

  4. કૈલાશ પંડિત ખૂગ જ સરસ લખતા અનેક ગાયકો એ એમની ગઝલો અને ગીતો ગાઈ ખીસ્સા ભર્યા હશે . તોય પોતે દરિદ્રતા મા અવશાન પામ્યા કેવી કમનશીબ વ્યક્તિ કે મર્યા બાદ અમુક કવિયો ને જશ મળતો હોય છે , કૈલાશ પંડિતના નશીબ માં તો એય ક્યાં . ગુજરાતી વેબસાઈટ ના સંચાલકો ધ્વારા સૌથી વધુ અવગણના પામેલા શાયર,કોઇ પણ વેબસાઈટ પર એમનો જિવન પરિચય તો દુર એમના વખાણમાં બે શબ્દોય જોવા ના મળે, દા.ત. એમની લખેલી ગઝલ ના પરિચય મા એવું ચોક્કસ લખાય મનહર ઉધાસે કેવી સરસા ગાઈ છે ,એવુ કોઇ ના લખે કૈલાશ પંડિતે કેવી સરસ લખી છે,ભગવાન આ બદનશીબ આત્માને શાંતી આપે.

  5. આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
    કહેવાને આમ સાત સમંદર તરી શકું
    Really some one is very far from me. This song is dedicating to her.

  6. મારું ગજું નથી કે તને છેતરી શકું
    ખરેખર, જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં કોઇને છેતેરેવું શક્ય જ નથી.
    આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?

  7. આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
    કહેવાને આમ સાત સમંદર તરી શકું

    બહુ જ સુન્દર્…..

  8. હુ હાતો તમે હતા ચાદ નિ રાત હતિ આખો ખોલિ ને જો યુતો બહો મા તમે હ તા

  9. Kailash Pandit ni Gazhal ane Manahar Udhas no awaz, vah kya bat hai,maja aavi.Abhar Jayshreeben ane Tahuko ne.

  10. તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
    એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?
    ખુબ જ સરસ વાત ….

  11. ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
    પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે
    આ ગઝલની વાખ્યા સોંસરવી ઉતરી જાય છે
    સુંદર ગઝલ
    તેમા
    તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
    એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?
    આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
    કહેવાને આમ સાત સમંદર તરી શકું
    અતિ સુંદર

  12. મારું ગજું નથી કે તને છેતરી શકું
    ખરેખર, જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં કોઇને છેતેરેવું શક્ય જ નથી.
    સુંન્દર ગઝલ!

  13. taari have to doorta rasta vinani che
    ena vina hoon kai ritey pacho fari sakoo…?
    bahuj saras……..

Leave a Reply to rina Cancel reply

Your email address will not be published. Required fields are marked *