આપો વીઝા રે – રઇશ મણિયાર

આજે ફરી એકવાર – રેડ રાસ (૩) માંથી આ માર્મિક ગીત..! કેટલાય ગુજરાતીઓની લાગણીઓને અહીં રઇશભાઇએ અક્ષરસ: વાચા આપી છે..!! 🙂

સ્વર : અમન લેખડિયા
સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુનશી

આપો વિઝા રે...

રોટલો માંગે, કોઈ જગતમાં, કોઈ તો વળી, માંગે પીઝા રે
ગુજરાતી કે’, વેઠ કરીને, પેટ ભરીશું, આપો વીઝા રે

શક્તિથી હું, ભક્તિ કરું, માત ક્યારે, કળશ ઢોળે રે
એક દિવસ તો, જઈને પડું, હું લીબર્ટી-માના ખોળે રે
કેમ અમે રે આહીં પડ્યા, જઈ મહાસુખ માણે બીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

જર્સીના, ચોકમાં જોને, કેટલા બધા, પંખી ચણે રે
મા..માનું ઘર, કેટલે હજુ, દીવા બળે જો ને પણે રે
ઓલ્યા ઓબામા, મારા રે મામા, ઊંચકી લે! થઈ પગમાં ઈજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

મંગલ ફાઈલ, ખોલો દયામય, ખોલો ને વા’લા, જલદી ખોલો રે
હું ઘૂસું ને, મારી પાછળ, ખાનદાન આખું, કરે ફોલો રે!
ભાઈભત્રીજા, સાસુ સસરા, સાળા સાઢુ, બેન ને જીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

– રઇશ મણિયાર

19 replies on “આપો વીઝા રે – રઇશ મણિયાર”

  1. it is really true.the poor peoples r not thinking how to earn money but they know how to spend and how to snetchaway from others. it is our society who should fulfill their needs,aspirations and in short everything what they wish. i m also suffering from my neighbourhoods thinking.

  2. વિસા મા નો આર્તનાદ ભર્યો ગરબો અતિ માર્મિક..હાસ્ય સાથે કરુણ પણ..ગુજ્જુ ની ગાંડિ દોડ ને બહુ જ સરળ ઢાળમાં રચવા માટે તમને તો ઓબામા વિસાની ના નહી જ પાડે

  3. હું ઘૂસું ને, મારી પાછળ, ખાનદાન આખું, કરે ફોલો રે!
    ભાઈભત્રીજા, સાસુ સસરા, સાળા સાઢુ, બેન ને જીજા રે

    કદાચ એટલે જ “વીઝા” નહી મળતા હોઈ, ને ખરેખર જેને જરુર ચ્હે તે રહી જાય ચ્હે.

    શૈલેશ જાની
    ભાવનગર

  4. ભાઈ પારકે ભાણે જ મોટો લાડુ દેખાય.આ તો ભાઈ લક્કડના લાડુ છે, ખાય છે ત ય પસ્તાય છે અને ખાવા ના મળે તેને અદેખાઈ થાય છે. ઉમાકાન્ત વિ.મહેતા.

  5. નરી વાસ્તવીકતાને લીધે રચના સુંદર..અતિસુંદર લાગી.
    કમાઈને સમયસર દેશ ભેગા થવાની જરુર હતી.
    તેને બદલે વર્શોની વેઠથી સંતાનો માટે સંપત્તી ભેગી કરવાની લ્હાયમા જાત માટે જીવવાનુ ચૂકી ગયા!!!!

  6. …. ..

    એ દિવસો પણ દુર નથી મણિયાર,

    પીઝા વાળા દેશો માગશે ગુજરાત ના વિઝા,

    • Dilhi ab bahut door hai. Viza lakkad ka ladoo hai Jo khay vo bhi pasty Jo nahi Khata vo bhi pastya. Ahi to aapane kavi ni sayali ane tena Pras ne kevo op ape Che .te jovanu Che. Koi ne visa male ke na male teni sathe koi ja sabandh nathi.jyare guj. Na visa avshe tyare tyare kavi modi ni pan bhikh magshe, temn Shanka nathi. Vakhat vakhat ne man che.kabe Arjun lutiyoahi ahi dhanush ahi ban.this is only marmik prahar Che.amn kashu khotu nathi. Jsk.

  7. કેતલાક ગુજ્જુઓના અમેરિકા જવાના ક્રેઝ્ને રૈશ મણિયારે બરાબર વાચા આપી છે.શ્યામલ મુન્શીનુ સ્વ્રાન્કન પણ સરસ છે.

  8. કેટલું સચોટ વર્ણન…!!!!!

    લોકો ગમે તે કહે, સારું કહે કે નરસું, પણ દરેકને અમેરીકામાં આવવું છે, કાયદેસર કે ગેરકાયદેશર, યુક્તિથી કે પ્રયુક્તિથી…!!! અને ખરેખર આ દેશમાં આવવા જેવું છે…!!!! અહીં વેઠ કરીને પેટ તો ભરાય, ભારતમાં તો ડબલ વેઠ કર્યા પછી પણ પેટ ભરાય તેટલું રળવાની કોઈ “ગેરંટી” નથી..!!!

    બહુ સુંદર “રાસ-ગરબો” છે.

  9. હિદુસ્તઅનિઓનિ મસ્ત film ઉતરિ ચ્હએ.વિદિઓ આબેહુબ દેખાય ચે. વો,વો clean picture of current time.ગુજરાતિ સમાજ ઉપર ભયન્કર કોયાદો વિઝ્યો. બહુજ સરસ

  10. આના કરતન વધુ સારુ વર્નન કોન કરિ શકે? સુન્દર ભાશા મા ગુજરાતિઓ નિ વ્રુતિ નિ રજુઆત – સારિ કે નહિ તે આપને જાતે નક્કિ કરવાનુ.

Leave a Reply to ASHOK PANDYA Cancel reply

Your email address will not be published. Required fields are marked *