ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

નવરાત્રીન સૌને શુભેચ્છાઓ સાથે આજે માણીએ આ ગરબો….

સ્વર / સંગીત – ધ્વનિત જોષી

આવો ને અંબે માં….આવો ને અંબે માં
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

ગરબે રમવા, દર્શન દેવા
ગરબે રમવા, દર્શન દેવા
આવોને અંબે માં….આવોને અંબે માં
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

પગના ઝાંઝરીયા છમ છમ છમ છમકે
ભાલે દામણી જો દમ દમ દમ દમકે
કુમકુમ પગલા થાય….કુમકુમ પગલા થાય
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

લાલ ચટક ચુંદડીમાં હીરલાઓ ચમકે
નભમાં જાણે કે તારલીઆ ટમકે
પાલવમાં વ્યોમની છે ભાત….પાલવમાં વ્યોમની છે ભાત
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

નવ નવ સાહેલી, ગરબે ઘૂમતી જાય
ચાંચર ચોકે રે, જાણે અવની ઝુમતી જાય
જન ગણ ગદૂગદૂ થાય….જન ગણ ગદૂગદૂ થાય
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

17 replies on “ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો”

  1. Actually, “ઑ મારિ અમ્બે મા” is composed and written by Mr. Ranjeet Rajput, Music Director of Gujarati Movie “ચન્દન ચ્હા વાડી”, songs were sung by Asha Bhonsle, Hari Haran, Bhupinder Singh, etc. And there are so many wonderful Gujarati compositions by Mr. Ranjeet Rajput. I will try my level best to post them with Ranjeet Bhai”s permission, very soon.

    • I just tried, and the player is working on my computer. I could listen the garbo. May be some settings need to be changed on your computer.

  2. અતિ સુન્દેર રચ્ના અને ખુબજ સરસ સ્વર્બધ સન્ગેીત્ ગમ્યુ.આભર !

    khubaj saras ane adhbhut sangeet rachna anand thayo.abhinandan.

  3. શ્રી જયશ્રેીબેન,
    નવરાત્રીની શરુઆત કરવા માટે, ગરબા લઈ આવવા માટે અભિનદન્ આભાર………….નવ દિવસ દરમ્યાન સિલસિલો જારી રાખજો અને સૌ ગુજરાતીઓને ગરબા સાંભળ્યા, ગરબા રમ્યા એવો આનદ ઘર બેસીને લઈ શકે, આગોઅતરો આભાર,,,,,,,,,,,,,

  4. માનો ગરબો રે રમે રાજને દરબાર,
    રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર;
    એલી કુંભારીની નાર, તું તો સુતી હોય તો જાગ !
    માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ.
    માનો ગરબો રે…

  5. ॐ सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके ।
    शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ॥
    ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો…

  6. સરળ શબ્દોમા સુન્દર રચના.સાભળીને ખુબ આનન્દ થયો.

  7. જ ય શ્રિ બે ન..ાજે ૧૮ મહિના બાદ ઇન્તરનેત કનેક્ત થયુન ચ્હે.!!..પહેલે નોર્તેજ શ્રિ અમ્બે મા નો ગર્બા થિજ શુભ્ા શુકન.!

    આભાર્…મઝામા હશો બન્ને..!!….રનજિત્િન્દિરા.

Leave a Reply to mahesh rana vadodara Cancel reply

Your email address will not be published. Required fields are marked *