તો, પપ્પા! હવે ફોન મૂકું? – મનહર ત્રિવેદી

‘પ્રિય પપ્પા હવે તો તમારા વગર…’ એ ગીતની comment માં મિનાક્ષીઆંટીએ એક કવિતાની ફરમાઇશ કરી, તો, પપ્પા! હવે ફોન મૂકું?’

વધુ માહિતી માટે પૂછતા ખબર પડી કે સંદેશની રવિવારની કોઇ પૂર્તિમાં લગભગ ૩ વર્ષ પહેલા આ કવિતા આવી હતી. પછી તો નિલમઆંટીએ કહ્યું કે ‘દિકરી એટલે દિકરી’ પુસ્તકમા આ કવિતા છે, અને એ પરથી ગોપાલકાકાએ તો કવિતાની સાથે સાથે કવિને શોધ્યા, અને ખુદ કવિ પાસેથી કવિતા લઇને એમના બ્લોગ પર મુકી…

આભાર ગોપાલકાકા, નીલમઆંટી, મિનાક્ષીઆંટી, અને કવિશ્રી..!!

મને મારા અમેરિકાની કોલેજના દિવસો યાદ આવી જાય આ કવિતા વાંચતા. જ્યારે પપ્પા સાથે ફોન પર કયા વિષયમાં કેટલા માર્કસ આવ્યા અને કયા પ્રોફેસરએ શું કહ્યું એવી બધી વાતો કરતી..  એકબાજુ એકલું તો લાગતું, પણ સાથે ખબર હતી કે પપ્પાની આંગળી પકડીને સુવિધા કોલોનીમાં આંટો મારવા નીકળતી ૩-૪ વર્ષની લાડકીને એક દિવસ આમ એકલી અમેરિકાની કોલેજ સુધી પહોંચેલી જોઇને પપ્પા કેટલું ગૌરવ અનુભવતા હશે.  I love you, Pappa…!!

daddy

તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું…..

હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું……..
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે? ના ના… તો વાસણ છો માંજતી
કે’જો આ દીકરી યે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો… ભોળી છે… ચિન્તાળુ… ભૂલકણી… પાડજો ના વાંકું કે ચૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

શું લીધું ?… સ્કૂટરને ?… ભારે ઉતાવળા… શમ્મુ તો કેતો’તો ફ્રીજ
કેવા છો જિદ્દી ?… ને હપ્તા ને વ્યાજ ?… વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તો વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં … એટલે કે ટૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

– મનહર ત્રિવેદી

23 thoughts on “તો, પપ્પા! હવે ફોન મૂકું? – મનહર ત્રિવેદી

 1. jayesh upadhyaya

  પાડજો ના વાંકુ કે ચૂકું
  તો પપ્પા,
  હવે ફોન મૂકું?
  ફક્ત દીકરીજ આ રીતે વીચારી શકે ગમ્યું

  Reply
 2. pragnaju

  હોસ્ટેલને?….. હોસ્ટેલ તો ફાવે છે……
  જેમકે કાંટામાં સચવાતું ફૂલ
  તોયે એ તો ઉઘડે છે…..
  રંગભર્યું મહેકે છે…….
  … સ્વાનુભવની વાત !
  દાદ આપવી પડે-આટલી મહેનત કરી …
  તો હવે તરન્નુમની તલપ જાગે!

  Reply
 3. manvant

  પપ્પા માટેની ઉત્કૃષ્ટ લાગણી વર્ણવી છે.
  કાવ્ય અપદ્યાગદ્ય હોવા છતાઁ અસરકારક છે.

  Reply
 4. mukesh parikh

  ફાગણના લીલા કુંજાર
  કોઇ ઝાડવાનું પાન
  એમ થાય નહીં સૂકું,
  તો પપ્પા, હવે ફોન મૂકું?
  બહુ સરસ…અદ્ભૂત સરખામણી…મઝા આવી ગઈ…

  Reply
 5. Keyur Patel

  આવી લાડકડી એમ કહે જ્યારે કે – હવે ફોન મૂકું?
  કેમ કરી કહું હું એને કે – કેમ કરી ફોન હું મૂકું?

  – ક્યારેય કોઈ લાડકી સાથે વાતો કરીને કોઈનુંયે મન ભરાયું છે?

  Reply
 6. Kent

  Hi Jaishree,

  I have read a Ghazal somewhere on this site written by the same poet Manhar Trivedi, Tha Ghazal is like:

  જુદી જિંદગી છે મિજાજે મિજાજે;
  જુદી બંદગી છે નમાજે નમાજે.

  છે એક જ સમંદર, થયું એટલે શું ?
  જુદા છે મુસાફર જહાજે જહાજે.

  but I could not find in this Poet’s list on this page, I am sure the Ghazal is absolutely there on your site, cz I have read it before 2 days. so please find it and update this poet’s list, I just want to listen it on your site ASAP. Please Please Please…

  Reply
 7. Jayshree Post author

  Hi Karan,

  The gazal you mentioned  જુદી જિંદગી છે મિજાજે – મિજાજે  is written by Manubhai Trivedi , and not Manhar Trivedi – thats the reason you couldn’t find it in Manhar Trivedi’s poems list.

  You can find  જુદી જિંદગી છે મિજાજે – મિજાજે here : http://tahuko.com/?p=1531

  Thank you.
  Jayshree

  Reply
 8. Vilas Rajapurkar

  Respected Jayashriben you are realy doing a great job by presenting this gujrati songs,no any gujrati businessman has done it in the past,even though plenty could able to do so,any way I by birth am maharashtrian but I born and brought up in gujrat and i respect gujrati language as my mother tongue,I am also an musician and singer if I want to upload my songs how can I pls guide.

  Reply
 9. dipti

  પિતા-પુત્રીની લાગણીને વ્યક્ત કરતી સરસ કવિતા..

  આમાના ઘણા સંવાદો દરેક પિતા-પુત્રી વચ્ચે થતા હશે,જેમકે હુ હંમેશા મારા પપ્પાને પુછુ કે મમ્મીબા મજામા?..

  Reply
 10. dipti

  સરસ કવિતા.દરેક પુત્રીને પિતાની યાદ અપાવી દે તેવી….

  ઝાઝી તો વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં … એટલે કે ટૂંકું…
  તો, પપ્પા, હવે ફોન મૂકું ?

  કેટલી અનોખી રીત વાતને અટકાવાની???

  Reply
 11. Kalpana

  સરસ આત્મિયભાવદર્શન કરાવતુઁ ગીત. આભાર વિવેકભાઈ.
  કલ્પના લન્ડનથી.

  Reply
 12. Ullas Oza

  પિતા-પુત્ર કે પિતા-પુત્રી વચ્ચે કુદરતી રીતે થતી વાતચીતની કાવ્ય-મય રજૂઆત – ખૂબ સુંદર – હૃદય-સ્પર્શી !
  વિદેશમા વસવા છતાં ગુજરાતી ભાષા – વિશેષતો કવિતાઓ માટે જે લગાવ છે તે માટે જયશ્રીબેનની પ્રશંસા કરીઍ તેટલી ઓછી છે.
  ખૂબ-ખૂબ આભાર.

  Reply
 13. Hiral

  કોઇ જ શબ્દો નથ મારી પાસે ! એક દીકરી પાસે! બહુ જ સરસ !

  Reply
 14. Hiral

  કોઇ જ શબ્દો નથી મારી પાસે ! એક દીકરી પાસે! બહુ જ સરસ !

  Reply
 15. shreeji

  hu atyare hostel ma j rahu 6u……… me ek vakhat papa ne phone karyo to emane mane kidhu k beta aaje ravipurti ma hostel ma raheti dikri vishe lekh iyo 6 me e vachyu ane mane etlu bdhu gamyu k mari hostel ma mari jode e lekh me muki rakhyo 6……… hu jyare pn papa jode vat karti hov tyare e vasan j gasti hoy 6….. etle aa kavita to hu roj j gav 6u…. i always miss my parents in hostel…..sooooooooo much…….

  Reply
 16. neelesh

  આ ગીત ના કવિ મનહર ત્રિવેદી નહી મનોહર ત્રિવેદી છે.

  Reply
 17. dev

  મનહરભાઈ,
  ખુબ સુંદર કવિતા છે. ખુબ સંવેદનશીલ છે.
  આ વાંચ્યા પછી હું તમને પુછું છુ કે હવે હું આંસુ લુછું…….

  Reply
 18. chintan

  વાહ…વાહ.! મનહરકાકા મસ્ત કવિતા છે.મને ખુબ ગમિ….થન્ક્સ આવિ સુન્દર કવિત તહુકા મા રજુ કરવા.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *