મારે ફરી એકવાર શાળાએ જવું છે….

જાણે આપણી જ વાત હોય એવી આ બાળ કવિતા….તો આજે સાંભળો, દેવકીના ગળચ્ટ્ટા મધઝબોળ્યા અવાજમાં!!

કાવ્ય પઠન – RJ દેવકી (Red FM, અમદાવાદ)

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે ,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને ,
સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર….

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી ,
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી…
મરચુ મીઠું ભભરાવેલ ,
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે ,

કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે…
મારે ફરી એકવાર….

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં ,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને ,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.

તો ભાગી જવાની મોજ અનુભવવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દીવાળીના વેકેશનની રાહ જોતાં ,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી ,

હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી ,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા…
મારે ફરી એકવાર….

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં ,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં ,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.

બચપણ પ્રભુની દેણ છે
તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે…
મારે ફરી એકવાર….

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું…
આજે જયારે મોટો થયો છે કે “તૂટેલા સ્વપ્નો” અને “અધુરી લાગણીઓ” કરતા
“તૂટેલા રમકડા” અને “અધૂરા હોમવર્ક” સારા હતા…
આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના કરતા
શાળા માં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું…

આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે “પીઝા” મા નથી આવતો…
ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવું છે .
ખરું ને ?

28 replies on “મારે ફરી એકવાર શાળાએ જવું છે….”

  1. બહુ જ સુંદર ગીત છે.
    સ્કુલના રંગીન દિવસો યાદ આવી ગયા.

  2. ખરેખર RJ Devki EE khubaj Maja Karavi , Bachpan Na ee Juna Golden Divso Yad AAvi Gaya . Khubaj Majavi Sambhalvani . AA Recording . ” Tahuko “Team No Khub Khub Abhar Aava Recording Mokalta Raheso Khubaj Gamse . Hu Pan Sambhalis Ane Mara Dost Lokono Pan Sambhalavis . Thanks a lot .

  3. એક મિનિટ માટ હુ ફ્લેશ્ બેક મા જતો રહ્યો. રડાવી દિધો….

  4. “મોટા થવુ હતુ મારે, મા-બાપની જવાબદારી ઓછી કરવા,
    પણ આજે એજ જવાબદારી મેં વધારી દીધી છે!!”
    માટે મારે ફરી એકવાર…

  5. જ્યારથી આ કવિતા વાંચી અને સાંભળી છે ને ત્યાર થી રોજ એક વાર માણું છું અને ફરી મારા બાળપણને એકવાર જીવું છું. ખુ……………………બ ખુ…………………………..બ આભાર.

  6. વાંચતા વાંચતા જ રડવુ આવી ગયુ..મારે ખરેખર એ દીવસો પાછા જોઈએ છે…

  7. કોઇ લૌટા દો મેરે બીતે હુએ દિન….વો કાગઝકી કશ્તી,વો બારિશકા પાની….બચપનકે દિનભી ક્યા દિન થે,ઉડતે ફિરતે તિતલી બનકે….

  8. હૈયું હળવું કરવા માટે આ યાદો રામબાણ ઈલાજ છે.
    આપ સહુનો ખૂબ ખૂબ આભાર.
    સાથેસાથ અનેક અભિનંદન.
    સુંદર રજુઆત————————–

  9. School time is the best period of life….ખુબજ સરસ….કોઇ શબ્દ જ નથિ કેહ્વા માતે..

  10. બહુ દિવસે દેવકીનો અવાજ સાંભળ્યો. બહુ જ મજા પડી!!

  11. બહુજ સરસ નાનપણ યાદ આવી ગયુ. વાહ મજા આવી ગઈ.

  12. સુંદર કાવ્ય. સરસ રજુઆત આ અવાજ સાંભળી આકાશવાણી FM GOLDનો અલ્પનાનો અવાજ
    યાદ આવી ગયો.

  13. આવો જ એક અનુભવ ‘શેર’ કરવાનું મન થાય છે!
    [કવિતા-258/3’,-ચન્દ્રેશ ઠાકોરની, 260મા અંકમાં, ‘શ્રેષ્ઠ’ચૂંટાયેલી કૃતિ–‘બચપણ’ માંથી]
    “વીતેલા વર્ષોના લાગેલા થાકને ઉતારવાનો એજ છે પડાવ!
    મારા ખોવાયેલા બચપણને શોધીને ક્યાંકથી પાછું લઈ આવ.
    ગઈકાલ પર જામેલી ધૂળના થરને મારી તું ફૂઁક એક હઠાવ.
    ‘રમતાં રમતાં ઇટ્ટાકિટ્ટાનો એ દિ’ કોઈ કાયમનો નો’તો ઠરાવ.”-
    વાંચીને. કચ્છ-માંડવીથી શીતલારોડ પર ગોધરા જતાં,મનમાંના વિચારો,શબ્દોમાંજે સ્ફૂર્યું તે આ.

    ” એ ક્ષણો બચપણની”

    ઓચિંતા આવીને પકડે,જકડે,સતાવે,કનડે, એ ક્ષણો બચપણની,
    બેટ-બોલની રમઝટ,દોડાદોડી આજે પણ ખખડે,રણકે સણસણતી,
    દૂડી,ફોર,સિક્સ ના ફટકા કેવા જબરા?……… એ ક્ષણો બચપણની,
    હજીએ જીવે વથાણની સૂક્કી ભૂમિ વલવલે સૂના મેદાને હિજરાતી.
    ક્લીન-બોલ્ડ,કેચ-આઉટ, એલ.બી.ડબલ્યુ, કે સ્ટમ્પ્ડ, કે રન-આઉટ?
    જોરદાર અપીલો ગૂંજે-ગાજે,આજે ય હવામાં,એ ક્ષણો બચપણની
    રણઝણે બોલકી બને મારા વાનપ્રસ્થી મને, સાક્ષી જીવંત પળોની…
    આતો પ્રેમ છે! ’સ્વ’ સાથે,ગેમ છે, એમ છે,છલકે એ ક્ષણો બચપણની.
    ક્યાંછે? એ મેદાન-પીચ,એ લોકો ગાંડા-ઘેલા? ઉમંગે ભરેલા? ઉત્સાહી,
    ભેરૂ બધા વિખરાયા,વેરાણા,ખોવાયા,ક્યાંક્યાં?હવે ક્યાં મળે,એ બેલી?
    ઓચિંતા આવીને પકડે,જકડે,સતાવે,કનડે, એ ક્ષણો બચપણની,
    તો ય લાગતી કેવી મીઠી મધુરી , ગમતી એ ક્ષણો બચપણની.

    ૧૯૫૯-૧૯૬૪ના માંડવી-કચ્છના શાળાકાળ દરમ્યાનના મારા ભેરુ-સાથીઓને અર્પણ…
    લા’કાન્ત / ૧૧-૧૦-૨૦૧૨

  14. આ ગીત ના કવિ કોણ છે?જરા જણાવશૉ?તેના રચિયેતા નું નામ સાથે હોય તો ગીતની મઝા બમણી થઈ જાય

  15. કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં ,
    પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
    ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં ,
    પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
    કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,
    બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.

    આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે “પીઝા” મા નથી આવતો…

    આ લાઇન બવ સરસ ચે

  16. પણ ગુજરા હુઆ જમાના આતા નહિ દુબારા સરસ કવિતા

  17. ખુબ જ સુંદર ગીત.શાળના દિવસો ની મજા જ કૈંક ઔર હોય છે.અને જેમ જેમ ઉમ્મર વધતી જાય તેમ તેમ એ દિવસો ની યાદ આવે ને આંખો ભીની થાય દિલ આળુ માળુ થાય અને એમ થાય કે ફરી એ દિવસો પાછા આવે તો કેવું?
    Well done Amit n Jayshree

  18. તમે તો યાદ કરાવેી ને ભારે કરેી…
    એક્દમ લાગણેી નો કાબુ મારેી પર થઈ ગયો..
    મારે ફરી સ્કુલે જવું છે

Leave a Reply to viranchibhai Cancel reply

Your email address will not be published. Required fields are marked *