વરસાદમાં – સુધીર પટેલ

અમારા San Francisco Bay Area માં થોડા દિવસોથી વરસાદ આવે-જાય થતો હતો, અને હવે એણે થોડા દિવસ પુરતો વિરામ લીધો છે..!! તો આ વિદેશી વરસાદના નામ પર આજે માણીએ આ મઝાની ગઝલ..!!

 

ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં,
પ્યાર બસ ચિક્કાર છે વરસાદમાં.

પ્યાસનો સ્વીકાર છે વરસાદમાં,
તોષનો વિસ્તાર છે વરસાદમાં !

ધરતી માથાબોળ નાહી નીતરે,
એ જ તો શૃંગાર છે વરસાદમાં !

સૌના ચ્હેરા પર ખુશી રેલાય ગૈ,
એક છૂપો ફનકાર છે વરસાદમાં.

જિંદગીભર ચાલશે એક બુંદ પણ,
એટલો શ્રીકાર છે વરસાદમાં.

છત નીચે ઊભી ગઝલ ના લખ ‘સુધીર’
કૈં ગઝલનો સાર છે વરસાદમાં !

– સુધીર પટેલ

6 replies on “વરસાદમાં – સુધીર પટેલ”

  1. ખેડૂતો ની આશ છે વરસાદમાં ,
    ગામેગામો માં વીજળી પથરાય છે વરસાદ માં.
    બંધ ના બારણા છલકાય છે વરસાદમાં
    મારું ભારત મલકાય છે વરસાદમાં

    પણ શ્રી સુધીરભાઈ તમારા ગઝલ ના શબ્દો
    તો ઘણા સરસ છે

  2. આપ સૌ ગઝલ-ચાહકોના પ્રતિભાવ બદલ અને ‘ટહુકા’નો અહીં ગઝલ પ્રગટ કરવા બદલ હાર્દિક આભાર!
    વિરલભાઈ, આપના પ્રશ્નનો જવાબ કોઈ ગાયક-સ્વરકાર જ આપી શકે!
    આભાર.
    સુધીર પટેલ.

  3. વાહ ભાઈ; મઝા આવી ગઈ.
    “…ના ધિક્કાર…”
    “…બસ ચિક્કાર…”
    “…સ્વીકાર…”
    “…વિસ્તાર…”
    “…શૃંગાર…”
    “…ફનકાર…”
    “…શ્રીકાર…”
    વિગેરે…વિગેરે….વિગેરે…
    ટુંકુ ને ટચ …બધા નો “સાર” છે વરસાદમાં !
    અફલાતુન – અફલાતુન – અફલાતુન.

  4. વરસાદ માટે ધિક્કાર ન જ હોય ,સ્વીકાર જ હોય . પ્રેમ પણ ચિક્કાર જ હોય .

  5. ધરતી માથાબોળ નાહી નીતરે,
    એ જ તો શૃંગાર છે વરસાદમાં !
    Bay area થી Toronto મૉકલ્યો….?????
    ….સવાર થી જ માણીએ છીયે…

Leave a Reply to Pushpakant Talati Cancel reply

Your email address will not be published. Required fields are marked *