અત્તર રહી જાય નહીં ફૂલમાં !!! – કૃષ્ણ દવે

બીજું શું કરવાનું સ્કૂલમાં ?
આખ્ખાયે ધંધામાં રાખવાનું ધ્યાન,
ક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?

ભણવાના કારખાના ધમધમતા રાખવાની
આપું બે ચાર તને ટીપ ?
માછલીની પાસેથી ઉઘરાવ્યે રાખવાની
મોતી ભરેલ કંઈક છીપ.
માસુમિયત જોઈ જોઈ લાગણીનું સપનું
પણ જો જે આવે ન ક્યાંક ભૂલમાં ?
બીજું શું કરવાનું સ્કૂલમાં ?

સીધેસીધું તો કદી મળવાનું નહીં
થોડું બેસાડી રાખવાનું બ્હાર
થનગનતી ઈચ્છાને લાગવું તો જોઈએ
ને કેટલો છે મોટ્ટો વેપાર !
ઊંચે આકાશ કૈંક દેખાડી ડાળ
પાછુ પંખીને કહેવાનું ઝૂલ મા.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?

ધારદાર ફતવાઓ પાડવાના બ્હાર
અને ભાષણ તો કરવાનું લિસ્સું,
અર્જુનને પંખીની આંખ જ દેખાય
એમ તારે પણ વાલીનું ખિસ્સું.
શિક્ષણ નહીં, ફાઈવસ્ટાર બિલ્ડિંગ
જરૂરી છે સૌથી પ્હેલા તો સંકુલમાં.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?

14 replies on “અત્તર રહી જાય નહીં ફૂલમાં !!! – કૃષ્ણ દવે”

  1. ફોર ધેટ મેટર, શ્રી ગુણવંત શાહ ના વિચારો સંપૂર્ણ યોગ્ય છે….
    બાળકોને શક્ય હોય ત્યાં સુધી માત્રુ ભાષા માં જ શિક્ષણ આપવું જોઈએ…
    કોન્વેન્ટ તેમજ international સ્કુલ ની માયાજાળ થી શક્ય હોય તેટલું દુર રહેવું જોઈએ…..
    મારું સંપૂર્ણ શિક્ષણ રાજકોટ – ગુજરાત માં થયું છે (ગુજરાતી મીડીયમ માં ૧ થી college)
    પરંતુ હું Pune – મહારાષ્ટ્ર માં Software કન્સલટન્ટ ની સરસ પોસ્ટ મેળવી શક્યો છું….જેમાં મોટે ભાગે થ્રુ આઉંટ ઈંગ્લીશ મીડીયમ ઉમેદવારો હતા….
    જે દર્શાવે છે કે સ્કુલ કરતા અગત્ય ની વાત શિક્ષણ, સંસ્કાર, કલ્ચર તેમજ વાંચન છે….

  2. એક સમયે શિક્ષણ પુજા,દાન,નિઃસ્યાર્થતા,પવિત્રતા વગેરે નો પ્રર્યાય હતું અને આજે તેમાં કેટલું બધું વ્યપારીકરણ થઇ ગયું છે?? ખુબ જ સરળ અને સહજ શબ્દોમાં કવિએ મર્મસ્થાન પર ઘા કર્યો છે. સમાજ એક એવા દળદળમાં ફસાઇ ગયો છે કે આ વિષચક્ર ક્યાં જઇને અટકશે?
    ખૂબ જ સરસ કાયવ્ય. કવિ અને ટહુકાને ધન્યવાદ ….

  3. five Star bldg. E paheli jaruriyaat Adambar . Bhapko , Dekhadekhi Ketlu sachot! Kavine Dhanyvad. Yogy vishay ane Shabdo ni pasandagi . Shikshan ek dhandho .

  4. આત્તર ને ફુલ સાથે કાયમિ સમ્ન્ધ રહ્યો ; જે કદિયે બદ્લિ ન્ના સકે ………..આબ્બ્ભ્ર્ર્;;;;;;;;;ધન્ય્વદ ;;;;ને અભિનદન

  5. સાચેજ સ્કુલો હવે શિક્ષણધામ ઓછી અને વ્યવસાય વધુ બની રહી છે અને સાંપ્રત સમયની આ બલિહારી શ્રીકૃષ્ણદેવે સુંદર કાવ્યાત્મક રીતે રજુ કરી મન મોહી લીધું.

  6. અર્જુન્ ને પાન્ખિ નિ આન્ખ દેખાય તેમ તને પન દેખાય વાલિનુ ખિશુ…..આજનિ નિશાલ મા આમજ ચાલે છે

  7. આજના જમાનામા શિક્ષણમાં બાહરી દેખાવનું મહત્વ વધી ગયું છે તે કવિ કૃષ્ણ દવે વિદીત કરે છે.

  8. ધારદાર કટાક્ષ ગીત.
    જ્યારે શિક્ષણ નો વેપાર થાય,શિક્ષણવેરા ના નામે આમ જનતા પાસે થી ઉઘરાવેલા પૈસાનો હિસાબ આપવાનો ન હોય ત્યારે લાલચુ શિક્ષણ વેપારીની નજર વાલીઓ ના ખિસ્સા પર જ હોય ને!

Leave a Reply to chhaya Cancel reply

Your email address will not be published. Required fields are marked *