અમે – ભાનુપ્રસાદ પંડ્યા

399793875_a89defdcf3_m

અમે શરદનાં વાદળાં
કે નદિયું ને કે’જો કે ઝંખે ના નીર !
હરણાં હવાનાં થઇ હાલીએ
પારધીને કે’જો કે તાકે ના તીર !

હસીએ ટગર ફૂલ જેમ,
કોઇ ડોલરની મશે ના આવજો સમીપ !
અમે અંધારે કેડિયું ઓળખી
માઢ મેડીને ગોખલે મેલો મા દીપ !

ચાર ભીંત્યુંની સંકડાશ મેલી
કે આભ આ લેતું ઓવારણાં !
મ્હેલ, રોશો મા પીંગળાની જેમ
કે વનનાં ઝીલીએ વધામણાં !

4 replies on “અમે – ભાનુપ્રસાદ પંડ્યા”

  1. ઝવેરચંદ મેઘાણી નુ આ ગીત મને પણ ખુબ જ ગમે છે અને ઝવેરચંદ મેઘાણી નુ આ ગીત મે મારી જીંદગી માં પેલી વખત આપણા ગુજરાત ના જાણીતા લોક ગાયક ભીખુદાનભાઇ ગઢવીના મુખે થી સાંભળીયુ હતુ અને તે દીવસ થી માંડી ને આ લખતા સુધી ની ઘડી સુધી મને યાદ છે

    જામનગર થી મેહુલ રાવલ

  2. અમે શરદનાં વાદળાં…
    કે નદિયુંને કે’જો કે ઝંખે ના નીર @!
    હરે રામ !

  3. ચાર ભીંત્યુંની સંકડાશ મેલી
    કે આભ આ લેતું ઓવારણાં !
    મ્હેલ,રોશો મા પીંગળાની જેમ
    કે વનનાં ઝીલીએ વધામણાં !
    વાહ્
    शैया भूमितलं दिशोपी वसनम्
    જેવી આ પંક્તીઓ
    ઓઢવાને હોય આભ,
    ઉશીકાં હોય શેઢાનાં,
    પાથરેલી હોય રાત;
    કોઇ ડોલરની મશે ના આવજો સમીપ !
    યાદ આવી
    ભલે કલેજું કૂણું, એના વજ્જર હો નિરધાર
    ફાગણમાં ડોલર-કેસૂડાં, મસ્ત ચટાકેદાર :
    ચટાકેદારી રાખો – રાત ગુજારી નાખો.

  4. સુંદર તળપદી રચના… ડોલર વાંચીને પહેલાં તો અમેરિકા અને એની લીલી લીલી નોટો જ યાદ આવી, પછી ખ્યાલ આવ્યો કે આ તો ડોલર ફૂલની વાત છે… હવાના હરણની વાત પણ મજાની છે…

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *