આપણે તો આવળ ને બાવળની જાત – કૃષ્ણ દવે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ‘Sanskar choro’ initiative નીચે આયોજીત કવિ સમ્મેલનમાં કવિ શ્રી કૃષ્ણ દવે એ આ કાવ્ય પઠન રજુ કર્યુ હતું…..

કાવ્ય પઠન – કૃષ્ણ દવે
કાર્યક્રમ – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત કવિ સમ્મેલન

નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન…

ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં….

– કૃષ્ણ દવે
(ઓડ્યો ફાઈલ માટે આભાર – DeshGujarat.com)

16 replies on “આપણે તો આવળ ને બાવળની જાત – કૃષ્ણ દવે”

  1. આપણે તો આવળ ને બાવળની જાત,ઉગાડે એમ કદી ઉગવાનું નહીં

    આપણે તો આવળ ને બાવળની જાત,ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

    કોઇ કહે આમ અને કોઇ કહે તેમ,પણ ધાયુઁ નિશાન કદી ચુકવાનુ નહી.

    _કૃષ્ણ દવે.

    • અરે હસવું જો આવે તો હસવું બેફામ અને આંસુ જો આવે તો લુછવાનું નહીં..
      – કવિ શ્રી કૃષ્ણ દવે

  2. આવડ અને બાવડ નો રુવાબ તો જુઓ……..પુછવાનુ નહી………

  3. અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં – અદભુત ખુબ ઉન્ચિ વાત કરિ દિધિ કવિ એ

    શૈલેશ જાનિ
    ભાવનગર

  4. આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
    આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
    અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
    આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

    ખુબ જ સુંદર-
    આલોક જાનિ

  5. કાવ્ય ગમ્યુ. સરસ!

    એક વાતઃ “પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં….”

    પણ ક્રિશન કહે તેમ કરવાનુ ચૂકવાનુ નહિ.

    જય શ્રી ક્રિશ્ણ!

    સુરેશ વ્યાસ

  6. Badha Kavi Kavita Ke Gazal Banave,Limada Upar,Ke Pipala Ke Vad Ane Pankhi Ke Gulab Par,pan Apano Aa Kavi To Jene Koi Na Puchhe Tem,Bakari Mafak,Kankara Sivay? Baval Ne Aval Ni Vat Avi Maja Thi Kari Sake!!
    RBI na Banker,Dhanya Chhe !!!

  7. આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
    ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
    નિરાંતે બેસી જે ભરચક પીવે ને…..
    એને પાલવે આ લીલાં ગુમાન,
    રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય
    મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં……
    ખુબ જ સુંદર…ભાઇ શ્રી ક્રિષ્ણ દવે…ને..અભિનંદન

  8. ૂBeautiful creation, very true feelings that reminded me the time of those situations when I felt it but, can’t express in words, specially third and fourth lines. beautiful

  9. ભાઇ શ્રી ક્રિષ્ણ દવે,
    ખૂબ જ સુન્દર કાવ્ય છે. વાચવા નુ, ગાવા નુ ગમે તેવુ સુન્દર છે. અત્યન્ત આનન્દ થયો . હાર્દિક અભિનન્દન.

Leave a Reply to Ashok Cancel reply

Your email address will not be published. Required fields are marked *