હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ – મરીઝ

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

સ્વર : મનહર ઉધાસ

1071595563_94a2fff12c_m

.

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.

36 replies on “હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ – મરીઝ”

  1. Hu Kya Kahu Chu Ha Hovi Joiye Pan Na Kaho To Ema Vyatha Hovi Joiye,In this Vyatha means dukh ,karan or reason.Maris Sir has Written it and sung by Manhar Udhas, Manharji ki awaaj and Maris ji ke shabdo ka jadu jaise dil me utar jata hai.

  2. આભાર દીલના મરિઝની મરીઝ સાથે મુલાકાત કરાવા બદલ.

  3. બીજી વખત કૉમેન્ટ લખવી જરૂરી લાગી.
    ભાઇશ્રેી મનહરભાઇનાઁ બધાઁ આલબમ
    બહુ સારાઁ છે.આફરીન,આભૂષણ તેમ જ
    આકાર, અનમોલ….અથી શરુ થતાઁ
    બધાઁ સાઁભળવાની નમ્ર અરજ છે.વળી
    ઝરૂખો અને હાલરડુઁ શિરમોર ગાયાઁ છે !
    હાલરડુઁ તો દીકરા અને દીકરી માટે અલગ
    ગવાયેલુઁ સાઁભળવાનુઁ ના ચૂકતા !હોઁ કે !

  4. have been to your site some time & glad to find this ghazal. I really love gujrati ghazal. this is the one of the finest ghazal i have ever read. & great to see here great site keep it up.

    it would be great if you add more collection of manoj khanderia & rajendra shukla.

  5. સતત કૈક નવુ મળે હ્ંમેશા….મરિઝ સાહેબ પાસેથી…અદભુત્…

  6. no matter how many times you Listen to this.. it does not get old …this never get’s old … wah!

  7. કોલેજ ના દિવસો યાદ આવી ગયા….

    વાહ……..

    પ્રેમલ જોષી

  8. i love this nice gazal but i can only hear only half gazal in my computer i dont know why. thanks i was looking for this gazal since last 7 month and i found in this tahuko.com its realy nice to hear this kind of gazal thank u very much

  9. આભાર દીલના મરિઝની મરીઝ સાથે મુલાકાત કરાવા બદલ.

  10. મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
    નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ

    I HAVE NO MORE WORDS 2 SAY U……..

  11. પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
    મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
    મારી દોસ્ત ભાવુની યાદમાં….

  12. મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
    નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

    “….વાહ્ ! અદભુત !

  13. પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
    મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

    ….વાહ્ ! બહુ જ સુંદર…

  14. બહુ બહુ બહુ બહુ જ સરસ છે Jayshree. મને આ લાઈન બહુ ગમી ઃ
    હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
    પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

  15. હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
    પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

  16. quiet surprised….this ghazal was still not on tahuko….but finally….gujarati ghazal hall of fame…theres no replacement for this pure form of poetry..

  17. એના મિલનની ક્યાઁક જગા હોવી જોઇએ ! વાહ !

  18. એવી તો બેદિલી થી મને માફ ના કરો “….વાહ્ ! અદભુત ખયાલ્ છે…

  19. સરસ ગઝલ
    તેમાં આ પંક્તીઓ
    મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
    નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
    વાહ્
    મનહરે એવી સુંદર રીતે ગાઇ છે કે થાય કે આપણે સાથે સાથે ગાયાં
    જ કરીએ

  20. એવી તો બેદિલીથી મને માફ ના કરો,
    હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.

    વાહ્. અદ્ભૂત.. વધુ શબ્દો મળતા નથી લખવા માટે..બહુ જ સુંદર..

Leave a Reply to Jignesh Pandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *