હું નથી પૂછતો, ઓ સમય! કે હજી … – શૂન્ય પાલનપુરી

.

હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

24 replies on “હું નથી પૂછતો, ઓ સમય! કે હજી … – શૂન્ય પાલનપુરી”

  1. આ ગીતના ગાયક ધનાશ્રી પંડિત નથી કે મનહર ઉધાસ પણ નથી. ગાયકનુ નામ જો ખબર હોય તો જણાવશૌ.બહુ જ બુલંદ અવાજ છે.

  2. એક શૂન્ય શૂન્ય શૂન્ય ને ૧૦૦૦ સલામ
    દર્દની લાગણી થી પર ઇશ્વર ના ઘણા રૂપ છે
    સુખ દુખ આવતા ને જતા રહે
    ફકત આંસુ હોવા જરૂરી નથી
    મૌન મા વ્યથા હોવી જરૂરી નથી

  3. દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
    સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

    વાહ ! વાહ ! તમાચા મારીને ગાલ રાતા રાખનારા પણ અત્યારે ઘણા પડ્યા છે.

  4. ખુબ સ- રસ. રચના તો હોય જ ને શ્રી પાલનપુરી ની છે આનાથી ઓછી અપેક્ષા પણ ન હોય…!!

    સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
    એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

    મૌન પેદા કરે છે ભરમ કેટલા?

    – મૌન…….ન રહો તો પણ એટલા જ ભરમ..ને..!!!

  5. સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
    એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

    આખી રચના જ ખુબ સુંદર છે. લાખ લાખ સલામ પાલનપુરી સાહેબ ને સાથે
    જયશ્રીબહેન ને પણ કે જે ગઝલ માટે મેં ઘણી શોધ કરેલી આજે સાંભળવા પણ
    મળી. ધન્યવાદ.

  6. Each and every line takes us to the ride of truth of life, love and to all other shades of life…

  7. આ ગઝલ મનહર ઉધાસ સાહેબે ગાઈ છે જરુર, પરન્તુ અહીં તમે જે મુકી છે એ મનહરભાઈન અવાજ નથી. મેહુલ કહે છે તેમ, ધનશ્રિ પન્ડિત નો અવાજ હોઈ શકે. ગાયકનુ નામ સુધારવ ભલામણ છે.

    • ધનાશ્રી પંડિત નારી છે, માન્યુ કે તેવણ નો સ્વર ભારી છે પણ છે તો આખર નારી જ ને. તેવણ નુ ગીત સાંભળવુ હોય તો,(જયશ્રી બેન રજા આપે તો,) આ લિન્ક ઉપર કલિક કરો http://www.youtube.com/watch?v=4_mHHWc13W8

  8. why we mix dard n love to gather?I think differentlly…its this way love gives sentimental pleasure Emotional khushi………new poets should go for this

  9. દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
    સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા? just great

  10. શુન્ય માથી સર્જન – કદચ અને જ કહી શકાય.

  11. શૂન્યના શબ્દો અને મનહરનો સ્વર
    સરસ મધુરુ લાગે છે આ ગીત

  12. પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસર થશે,
    હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

    સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
    એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

    આ સાઁભળ્યા પછી આગળ કશુંય કહેવા માટે બાકી રહેતુ નથી

Leave a Reply to navin mange Cancel reply

Your email address will not be published. Required fields are marked *